________________
૩૭૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
(૧૦) યોગ દ્વાર:|१७ सजोगी,मणजोगी, वयजोगी, कायजोगी एगत्तपुहुत्तेणंजहा आहारए, णवरंजस्स जोजोगो अत्थि । अजोगी जीक्मणुस्ससिद्धा एगत्तपत्तेणं पढमा, णो अपढमा । ભાવાર્થ:- સયોગી, મનયોગી, વચનયોગી અને કાયયોગી, આ સર્વ એકવચન અને બહુવચનથી આહારક જીવોની સમાન અપ્રથમ હોય છે. જે જીવોને જે યોગ હોય, તેનું કથન કરવું જોઈએ. અયોગી જીવ, મનુષ્ય અને સિદ્ધ–આ સર્વ એકવચન અને બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. વિવેચન : - સયોગી અપ્રથમ :- સર્વ સંસારી જીવોને યોગ હોય જ છે. ત્રણ યોગમાંથી એક, બે કે ત્રણે યોગ હોય, પરંતુ યોગ ભાવ અનાદિકાલીન છે અને અનંતવાર પ્રાપ્ત થયો છે અને થશે. તેથી તે અપ્રથમ છે. અયોગી પ્રથમ - અયોગી કેવળી જીવ, મનુષ્ય અથવા સિદ્ધની અયોગાવસ્થા પ્રથમવાર જ પ્રાપ્ત થાય છે. તેથી તે પ્રથમ છે. (૧૧) ઉપયોગ દ્વાર:१८ सागारोवउत्ता अणागारोवउत्ता एगत्तपुहुत्तेणंजहा अणाहारए । ભાવાર્થ- સાકરોપયોગી અને અનાકારોપયોગી એકવચન અને બહુવચનથી અનાહારક જીવોની સમાન છે. વિવેચન :સાકારોપયોગી અને અનાકારોપયોગી પ્રથમ અને અપ્રથમઃ - આ ભાવ સમુચ્ચય જીવમાંસિદ્ધજીવની અપેક્ષાએ પ્રથમ છે અને સંસારી જીવની અપેક્ષાએ અપ્રથમ છે. સર્વ સંસારી જીવોને બંને ઉપયોગ અનાદિકાલીન હોવાથી અપ્રથમ છે. પરંતુ સિદ્ધના સિદ્ધત્વયુક્ત સાકરોપયોગ અને અનાકારોપયોગ પ્રથમ જ હોય છે. (૧૨) વેદ દ્વાર:१९ सवेदगो जावणपुंसगवेदगो एगत्तपुहुत्तेणं जहा आहारए, णवरं जस्स जो वेदो अस्थि । अवेदओ एगत्तपुहुत्तेणं तिसु वि पदेसुजहा अकसायी॥ ભાવાર્થ- સવેદક યાવતનપુંસક વેદવાળા એકવચન અને બહુવચનથી આહારક જીવોની સમાન છે. જે જીવોને જે વેદ હોય, તે જ જાણવો જોઈએ. એકવચન અને બહુવચનથી અવેદક જીવ, મનુષ્ય અને સિદ્ધ, અકષાયી જીવની સમાન જાણવા જોઈએ. વિવેચન :સવેદી અપ્રથમ – સંસારી જીવોને વેદ અનાદિકાલથી છે, તેથી અપ્રથમ છે. અવેદી-પ્રથમ-અપ્રથમ - અવેદકપણુ જીવ, મનુષ્ય અને સિદ્ધમાં હોય છે, તેમાં સમુચ્ચય જીવ અને મનુષ્યમાં અવેદકપણું કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ હોય છે. પ્રથમવાર અવેદીપણું પ્રાપ્ત કરે તે