________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧
૩૭૫
આ રીતે અકષાયી મનુષ્ય પણ જાણવા જોઈએ. સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી, બહુવચનથી અકષાયી જીવ અને મનુષ્ય પ્રથમ પણ હોય છે અને અપ્રથમ પણ હોય છે. સિદ્ધ જીવ બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. વિવેચન :સકષાયીજીવ-અપ્રથમ– પ્રત્યેક જીવ આનાદિ કાલથી સકષાયી હોય છે, તેથી તે અપ્રથમ છે. ક્રોધાદિ ચાર કષાય પણ અનાદિથી હોય છે, તેથી અપ્રથમ છે. અકષાયી જીવ પ્રથમ-અપ્રથમ:- અકષાયીપણું જીવપદમાં, મનુષ્યપદમાં અને સિદ્ધમાં હોય છે. એક કે અનેક જીવ યથાખ્યાત ચારિત્ર- ઉપશાંત કષાય ભાવને જ્યારે પહેલીવાર પ્રાપ્ત થાય તેની અપેક્ષાએ પ્રથમ અને તે ચારિત્રથી પતિત થઈને, ભવ-ભવાંતરમાં જ્યારે પુનઃ યથાખ્યાત ચારિત્ર અને ઉપશાંત કષાય ભાવને પ્રાપ્ત થાય તેની અપેક્ષાએ અકષાયીપણું અપ્રથમ છે. ક્ષીણ કષાયભાવ એક જ વાર પ્રાપ્ત થાય છે. તેની અપેક્ષાએ તે પ્રથમ છે. તે ભાવથી જીવ પતિત થતો નથી. કારણ કે તે જીવ તે જ ભવમાં મોક્ષમાં જાય છે. અકષાયી સિદ્ધ એક કે અનેક હોય તે પ્રથમ છે, કારણ કે સિદ્ધને અકષાયભાવ એક જ વાર પ્રાપ્ત થાય છે. (૯) જ્ઞાન દ્વાર:१६ णाणी एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी। आभिणिबोहियणाणी जावमणपज्जवणाणी एगत्तपुहुत्तेणं एवं चेव, णवरं जस्स जं अत्थि । केवलणाणी जीवे मणुस्से सिद्धे य एगत्तपुहुत्तेणं पढमा,णो अपढमा । अण्णाणी, मइअण्णाणी,सुयअण्णाणी, विभंगणाणी एगत्तपुहुत्तेण जहा आहारए। ભાવાર્થ - જ્ઞાની જીવ, એકવચન અને બહુવચનથી સમ્યગુદષ્ટિ જીવની સમાન કદાચિત્ પ્રથમ અને કદાચિત અપ્રથમ હોય છે. આભિનિબોધિકજ્ઞાની યાવતુમન:પર્યવજ્ઞાની, એકવચન અને બહુવચનથી આ જ પ્રકારે છે પરંતુ જે જીવને જે જ્ઞાન હોય, તે પ્રમાણે કહેવું જોઈએ. કેવળજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ આ સર્વ એકવચન અને બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની આ સર્વ એકવચન અને બહુવચનથી આહારક જીવની સમાન અપ્રથમ છે. વિવેચન - શાની પ્રથમ-અપ્રથમ - અનાદિનો મિથ્યાત્વી જીવ જ્યારે પ્રથમવાર સમ્યગુ દર્શન પ્રાપ્ત કરે ત્યારે તેનું અજ્ઞાન, જ્ઞાનરૂપે પરિણત થાય છે. તેથી જ્ઞાન પ્રથમ છે. તે જ રીતે મતિ, શ્રુત, અવધિ અને મનઃ પર્યવજ્ઞાન પ્રથમવાર પ્રાપ્ત થાય તેની અપેક્ષાએ પ્રથમ છે અને તે જીવ જ્ઞાન ભાવથી પતિત થઈ જ્યારે બીજી, ત્રીજીવાર જ્ઞાનને પ્રાપ્ત કરે છે તેની અપેક્ષાએ અપ્રથમ હોય છે. તેથી ચારે જ્ઞાન સમ્યગ્દષ્ટિની સમાન સિવ પદમ શિવ અષમ હોય છે. કેવળજ્ઞાની પ્રથમ જ હોય છે. કારણ કે કેવળજ્ઞાન જીવને પ્રથમ વાર અને એક જ વાર પ્રાપ્ત થાય છે. અજ્ઞાની અપ્રથમ :- અજ્ઞાની અથવા મતિ-શ્રુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની જીવ આહારક જીવની સમાન અપ્રથમ છે. કારણ કે અજ્ઞાન પણ અનાદિ કાલીન ભાવ છે તેમજ જીવને તે ભાવ અનંતવાર પ્રાપ્ત થાય છે.