________________
૩૭૪
શ્રી ભગવતી સૂત્ર–૪
અપ્રથમ છે. ૨૪ દંડકમાં મિથ્યાત્વી જીવો હોય છે. તેમાં મિથ્યાત્વ ભાવ અપ્રથમ છે.
મિશ્રર્દષ્ટિ જીવ પ્રથમ-અપ્રથમ :- જે જીવ પહેલીવાર મિશ્ર દૃષ્ટિ પ્રાપ્ત કરે છે તેની અપેક્ષાએ પ્રથમ અને જે જીવ મિશ્રદષ્ટિથી ચ્યુત થઈને બીજી, ત્રીજીવાર પુનઃ મિશ્રદષ્ટિ પ્રાપ્ત કરે તેની અપેક્ષાએ અપ્રથમ છે. પંચેન્દ્રિય જીવોમાં જ મિશ્રદષ્ટિ હોય છે. તેથી પાંચ એકેન્દ્રિય અને ત્રણ વિકલેન્દ્રિયોના, તે આઠ દંડક છોડી શેષ ૧૬ દંડકોમાં જ મિશ્ર દષ્ટિ હોય છે.
(૭) સંયત દ્વાર :
१४ संजए जीवे मणुस्से य एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी, असंजए जहा आहारए, संजयासजए जीवे पंचिंदियतिरिक्खजोणियमणुस्सा एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी णोसंजए णोअसंजए णोसंजयासंजए जीवे सिद्धे य एगत्तपुहुत्तेणं पढमे, जो अपढमे ।
ભાવાર્થ :- સંયત જીવ અને મનુષ્યનું કથન એકવચન અને બહુવચનની અપેક્ષાએ સમ્યગ્દષ્ટ જીવની વક્તવ્યતાની સમાન જાણવું જોઈએ. અસંયતનું કથન આહારક જીવની સમાન જાણવું જોઈએ. સંયતાસંયત ભાવ જીવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ ત્રણે પદોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ સમ્યગ્દષ્ટની સમાન કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ હોય છે. નોસંયત, નોઅસંયત, નોસંયતાસંયત ભાવ જીવ અને સિદ્ધમાં એકવચન અને બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી.
વિવેચનઃ
સંયત જીવ પ્રથમ-અપ્રથમ – સંયમ ભાવમાં સમુચ્ચય જીવ અને મનુષ્યનો જ સમાવેશ થાય છે. સમ્યગ્દષ્ટ ભાવની જેમ સંયમભાવ પણ જે જીવ પહેલીવાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ અને સંયમભાવથી પતિત થઈને અથવા અનેકવાર મનુષ્ય જન્મમાં પુનઃપુનઃ પ્રાપ્ત થાય તે અપેક્ષાએ અપ્રથમ છે. અસંયત જીવ-અપ્રથમ :– અસંયમભાવ અનાદિ છે. તેથી એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારકની સમાન અપ્રથમ છે.
*સંયતા-સંયત જીવ પ્રથમ-અપ્રથમ :– જીવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જ સંયતાસંયતપણું હોય છે. તે પહેલીવાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ અને તે ભાવથી પતિત થઈને પુનઃ બીજી, ત્રીજીવાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અપ્રથમ છે. નોસયત-નોઅસયત-નોસયતાસઁયત સિદ્ધ પ્રથમ ઃ– જીવ અને સિદ્ધને જ આ ભાવ હોય છે. આ ભાવ એક જ વાર આવે છે, તેથી તે પ્રથમ છે.
(૮) કષાય દ્વાર :
१५ सकसायी कोहकसायी जाव लोभकसायी एए एगत्तपुहुत्तेणं जहा आहारए। अकसायी जीवे सिय पढमे सिय अपढमे, एवं मणुस्से वि । सिद्धे पढमे, णो अपढमे; पुहुत्तेणं जीवा, मणुस्सा पढमा वि अपढमा वि । सिद्धा पढमा, जो अपढमा ।
ભાવાર્થ:- સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી અને લોભકષાયી, આ સર્વ એકવચન અને બહુવચનથી આહારક જીવની સમાન છે. અકષાયી જીવ કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ હોય છે.