________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૧
[ ૩૭૩ ]
વિવેચનઃસલેશી-અપ્રથમ - સંસારી જીવ અનાદિકાલથી સલેશી છે. તેથી તે અપ્રથમ છે. ૨૪ દંડકના જીવોમાં જે જીવોને જે વેશ્યા હોય, તે પ્રમાણે કથન કરવું. પ્રત્યેક વેશ્યા પણ પ્રત્યેક જીવે અનંતવાર પ્રાપ્ત કરી હોવાથી સર્વ દંડકોમાં તે અપ્રથમ છે. અલેશી-પ્રથમ - અયોગી કેવળી અને સિદ્ધના જીવ અલેશી છે, તે ભાવ પ્રથમવાર જ પ્રાપ્ત થતો હોવાથી પ્રથમ છે. અલેશી ભાવ જીવ, મનુષ્ય અને સિદ્ધમાં જ હોય છે તેથી તેની જ પૃચ્છા કરી છે. (૬) દષ્ટિ દ્વાર:१३ सम्मदिट्ठीए णं भंते ! जीवेसम्मदिट्ठिभावेणं किं पढमे, पुच्छा?
गोयमा ! सिय पढमे, सिय अपढमे । एवं एगिदियवज्जं जाववेमाणिए । सिद्धे पढमे, णो अपढमे। पुहुत्तिया जीवा पढमा वि अपढमा वि, एवं जाववेमाणिया। सिद्धा પઢમા, ગો અપના I.
मिच्छादिट्ठीए एगत्तपुहुत्तेणंजहा आहारगा। सम्मामिच्छादिट्ठी एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी, णवरंजस्स अस्थि सम्मामिच्छत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સમ્યગુદષ્ટિ જીવ, સમ્યગુદષ્ટિ ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ ! સમ્યગુદષ્ટિ જીવ કદાચિતુ પ્રથમ પણ હોય છે અને કદાચિતુ અપ્રથમ પણ હોય છે. આ રીતે એકેન્દ્રિયો સિવાય વૈમાનિક સુધી સર્વ દંડકોમાં જાણવું જોઈએ. સિદ્ધના જીવ સમ્યગુદષ્ટિ ભાવની અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી. બહુવચનની અપેક્ષાએ જીવો પ્રથમ પણ છે અને અપ્રથમ પણ છે. આ રીતે એકેન્દ્રિયો સિવાય વૈમાનિક સુધી જાણવું જોઈએ. સર્વ સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી.
મિથ્યાદષ્ટિ ભાવની અપેક્ષાએ એકવચન અને બહુવચન સંબંધી સંપૂર્ણ કથન આહારક ભાવની સમાન છે. સમ્યગુમિથ્યા(મિશ્ર) દષ્ટિભાવની અપેક્ષાએ એકવચન અને બહુવચનથી સર્વ કથન સમ્યગ્દષ્ટિની સમાન છે. જે જીવોને મિશ્ર દષ્ટિ હોય, તેનું જ કથન કરવું જોઈએ. વિવેચન :સમ્યગુદષ્ટિ જીવ પ્રથમ-અપ્રથમ :- કોઈ પણ સમ્યગુદષ્ટિ જીવ, જ્યારે અનાદિ સંસાર પરિભ્રમણ કરતાં પહેલીવાર સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરે છે, ત્યારે તે પ્રથમ છે અને સમ્યગ્દર્શનથી પતિત થઈને બીજી, ત્રીજીવાર સમ્યગુદર્શન પ્રાપ્ત કરે ત્યારે તે અપ્રથમ છે. સંસારમાં અને પ્રત્યેક દંડકમાં સમ્યગ્દષ્ટિ જીવો અસંખ્ય હોય છે. તેમાં પ્રથમવાર સમકિત પ્રાપ્ત કરનાર જીવ પણ હોય છે અને અનેક વાર સમકિત પ્રાપ્ત કરનારા જીવ પણ હોય છે. તેથી તેના એકવચનમાં સિય પદમે, સિય અપને આ રીતે કથન છે અને બહુવચનની અપેક્ષાએ સમુચ્ચય જીવોમાં ઘણા જીવોને પ્રથમ વાર સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થયું હોય અને ઘણા જીવોને અનેક વાર સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય, તેથી તેના માટે પદમા વિ અપમાનિ આ પ્રકારે કથન છે. એકેન્દ્રિયોને સમ્યગ્દર્શન નથી. તેથી સમ્યગ્દર્શન વિષયક કથન એકેન્દ્રિયોને છોડીને શેષ દંડકોમાં જ હોય છે. મિથ્યાદષ્ટિ જીવ અપ્રથમઃ-મિથ્યાદર્શન અનાદિ છે. તેથી મિથ્યાદષ્ટિ જીવમિથ્યાદષ્ટિભાવની અપેક્ષાએ