________________
૩૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
वि। असण्णी एवं चेव एगत्तपुहुत्तेणं,णवरं जाववाणमंतरा । णोसण्णी णोअसण्णी जीवे, मणुस्से, सिद्धे पढमे, णो अपढमे । एवं पूहुत्तेण वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી જીવ સંજ્ઞી ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ! પ્રથમ નથી, અપ્રથમ છે. આ રીતે વિકસેન્દ્રિય(એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયોને છોડીને વૈમાનિક સુધી જાણવું જોઈએ. આ જ રીતે બહુવચન સંબંધી વક્તવ્યતા પણ જાણવી જોઈએ. અસંજ્ઞી જીવોના વિષયમાં પણ એકવચન અને બહુવચનમાં આ જ રીતે(અપ્રથમ છે) જાણવું જોઈએ. વિશેષતા એ છે કે અસંજ્ઞીનું કથન વાણવ્યંતર સુધી જાણવું જોઈએ.
નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધ, હોય છે. તે નોસંજ્ઞી-નોઅસંજ્ઞી ભાવની અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી. આ રીતે બહુવચન સંબંધી પ્રશ્નોત્તર પણ જાણવા જોઈએ. વિવેચન :સંશ-અપ્રથમ:- સંજ્ઞી જીવ, સંજ્ઞી ભાવથી અપ્રથમ છે. કારણ કે જીવને સંજ્ઞીપણું અનંતવાર પ્રાપ્ત થયું છે. નારકો, દેવો, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય તે ૧૬ દંડકના જીવો સંજ્ઞી હોય છે. શેષ જીવો સંજ્ઞી હોતા નથી. અસલી-અપ્રથમ - અસંજ્ઞી જીવ પણ અસંજ્ઞી ભાવથી અપ્રથમ છે. કારણ કે જીવે અસંજ્ઞીપણું પણ અનંતવાર પ્રાપ્ત કર્યું છે. પાંચ સ્થાવર ત્રણવિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યો અસંજ્ઞી છે. તે સિવાય અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં, ભવનપતિમાં અને વ્યંતરમાં ઉત્પન્ન થાય છે અને તે અપર્યાપ્તાવસ્થામાં અસંજ્ઞી કહેવાય છે. તેથી અસંજ્ઞી જીવોમાં ભવનપતિ આદિ જીવોની ગણના કરી છે. આ રીતે જ્યોતિષી વૈમાનિકને છોડી ૨૨ દંડકના જીવોમાં અસંજ્ઞીનું કથન છે. નોસંબી નો અસલી પ્રથમ - કેવળી અવસ્થામાં જીવ નોસંજ્ઞી નોઅસંશી કહેવાય છે, તેઓને તે ભાવની પ્રાપ્તિ પ્રથમવાર જ થાય છે, તેથી સમુચ્ચય જીવ, મનુષ્ય અને સિદ્ધના જીવ નોસંજ્ઞી નોઅસંજ્ઞી ભાવથી પ્રથમ છે. (૫) લેશ્યા દ્વાર:|१२ सलेसे णं भते ! पुच्छा?
गोयमा ! जहा आहारए, एवं पुहुत्तेणं वि । कण्हलेस्सा जावसुक्कलेस्सा एवं चेव, णवरं जस्स जा लेसा अस्थि । अलेसे णं जीव, मणुस्स, सिद्धे जहा णोसण्णीગોમસળી ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સલેશી જીવ, સલેશીભાવથી પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ! આહારક જીવની સમાન સલેશી જીવ પણ અપ્રથમ છે. બહુવચનમાં પણ આ જ પ્રકારે છે. કુષ્ણલેશ્યાથી શુક્લલેશ્યા સુધીના વિષયમાં પણ આ જ પ્રકારે જાણવું જોઈએ. વિશેષતા એ છે કે જે દંડકમાં જે વેશ્યા હોય, તેનું જ કથન કરવું જોઈએ. અલેશીમાં જીવ, મનુષ્ય અને સિદ્ધનું કથન નોસંશીનોઅસંજ્ઞીની જેમ જાણવું જોઈએ.