________________
શતક-૧૮ : ઉદ્દેશક-૧
સિય ૫મે સિય અપને :– જે ભાવ કેટલાક જીવોની અપેક્ષાએ પ્રથમવાર અને કેટલાક જીવોની અપેક્ષાએ અનેક વાર પ્રાપ્ત થયો હોય તેને કદાચિત્ પ્રથમ-કદાચિત્ અપ્રથમ કહે છે.
૩૭૧
સમુચ્ચય જીવમાં અનાહારક ભાવ કદાચિત્ પ્રથમ, કદાચિત્ અપ્રથમ છે. કારણ કે સમુચ્ચય જીવમાં સિદ્ધના જીવો અને ૨૪ દંડકના જીવો આ બંનેનો સમાવેશ થાય છે. તેમાં સિદ્ધોની અપેક્ષાએ અનાહારક ભાવ પ્રથમ હોય છે અને ૨૪ દંડકના જીવોની અપેક્ષાએ અનાહારક ભાવ અપ્રથમ હોય છે. સમુચ્ચય અનેક જીવોની પૃચ્છામાં સિદ્ધોની અપેક્ષાએ ઘણા જીવો પ્રથમ છે અને સંસારી જીવોની અપેક્ષાએ ઘણા જીવો અપ્રથમ છે. તેથી તેને માટે સૂત્રમાં પદ્મમા વિ, અપમા વિ આ પ્રકારે કથન છે. આ જ રીતે સર્વ દ્વારોમાંસિય પમ, સિય અપમ તથા પદ્મમા વિ અવઢના વિ નું તાત્પર્ય સમજવું.
(૩) ભવસિદ્ધિક દ્વાર :
१० भवसिद्धीए एगत्तपुहुत्तेणं जहा आहारए, एवं अभवसिद्धीए वि । गोभवसिद्धीयખોઅમવસિદ્ધી ન મતે ! નીચે પુચ્છા ? નોયમા ! પમે, ગો અપતમે ।
णोभवसिद्धीय-णोअभवसिद्धीएणं भंते ! सिद्धे पुच्छा ? गोयमा ! जहा जीवे तहा सिद्धे वि । एवं पुहुत्तेणं वि जीवे, सिद्धे दोण्ह वि भाणियव्वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- ભવસિદ્ઘિક એક કે અનેક જીવ, ભવસિદ્ઘિકપણાથી પ્રથમ નથી અપ્રથમ છે, ઇત્યાદિ વક્તવ્યતા આહારક જીવની સમાન કહેવી જોઈએ. આ જ રીતે અભવસિદ્ધિકનું કથન કરવું.
પ્રશ્ન- હે ભગવન્ ! નોભવસિદ્ધિક, નોઅભવસિદ્ધિક સમુચ્ચય જીવ, નોભવસિદ્ધિકનોઅભવસિદ્ઘિક ભાવથી શું પ્રથમ છે કે અપ્રથમ ? ઉત્તર– હે ગૌતમ ! પ્રથમ છે. અપ્રથમ નથી.
પ્રશ્ન– હે ભગવન્ ! નોભવસિદ્ધિક, નોઅભવસિદ્ધિક સિદ્ધ જીવ, નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક ભાવથી શું પ્રથમ છે કે અપ્રથમ ?
ઉત્તર– હે ગૌતમ ! સમુચ્ચયજીવની જેમ સિદ્ધનું કથન પણ કરવું અર્થાત્ તે પ્રથમ છે, અપ્રથમ નથી અને આ જ રીતે જીવ અને સિદ્ધ બંનેનું બહુવચન સંબંધી કથન કરવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ત્રીજા ભવસિદ્ધિક દ્વારના વર્ણનમાં (૧) ભવી (૨) અભવી (૩) નોભવી નોઅભવી સંબંધી નિરૂપણ છે.
ભવસિદ્ધિક અને અભવસિદ્ઘિકપણું અનાદિકાલીન પરિણામિક ભાવ છે. તેથી ૨૪ દંડકના જીવોમાં તે ભાવ અપ્રથમ હોય છે અને નોભવસિદ્ઘિક-નોઅભવસિદ્ઘિકપણું સિદ્ધના જીવોનો પારિણામિક ભાવ છે. તે ભાવની પ્રાપ્તિ સિદ્ધ થાય ત્યારે પ્રથમવાર અને એકજ વાર પ્રાપ્ત થાય છે. તેથી સમુચ્ચય જીવો અને સિદ્ધોમાં તે ભાવને પ્રથમ જ કહ્યો છે.
(૪) સંજ્ઞી દ્વાર :
११ सण्णी णं भंते ! जीवे सण्णीभावेणं किं पढमे, पुच्छा ?
गोयमा ! णो पढमे, अपढमे । एवं विगलिंदियवज्जं जाव वेमाणिए । एवं पुहुत्तेणं