________________
૩૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
પહેલી વાર જ પ્રાપ્ત થાય છે, માટે સર્વ સિદ્ધ જીવ પ્રથમ છે. (ર) આહારકદ્વાર :|६ आहारएणंभते !जीवेआहारभावेणं किं पढमे अपढमे? गोयमा !णो पढमे, अपढमे। एवं जाववेमाणिए। पोहत्तिएएवंचेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આહારક જીવ, આહારક ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તર-હે ગૌતમ! પ્રથમ નથી, અપ્રથમ છે, આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. બહુવચનમાં પણ આ જ પ્રકારે છે.
७ अणाहारएणंभंते !जीवेअणाहारभावेणंपुच्छा । गोयमा !सिय पढमे,सिय अपढमे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનાહારક જીવ, અનાહારક ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ? ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ પ્રથમ અને કદાચિત્ અપ્રથમ હોય છે.
८ रइए णं भंते ! पुच्छा? गोयमा !णो पढमे, अपढमे । एवं जाववेमाणिए । सिद्धे पढमेणो अपढमे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ અનાહારક ભાવથી પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર-હે ગૌતમ! પ્રથમ નથી, અપ્રથમ છે. આ રીતે લાવવૈમાનિક સુધી જાણવું જોઈએ. સિદ્ધ જીવ અનાહારક ભાવથી પ્રથમ છે, અપ્રથમ નથી. ९ अणाहारगाणं भंते !जीवा अणाहारभावेण पुच्छा।
गोयमा ! पढमा वि अपढमा वि । णेरइया जाववेमाणिया णो पढमा,अपढमा। સિપના, પોપમાં . ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનાહારક જીવો, અનાહારક ભાવથી પ્રથમ છે કે અપ્રથમ?
ઉત્તર- હે ગૌતમ! તે પ્રથમ પણ છે અને અપ્રથમ પણ છે. નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધી ૨૪ દંડકમાં સર્વ જીવો પ્રથમ નથી, અપ્રથમ છે. સર્વ સિદ્ધો પ્રથમ છે અપ્રથમ નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આહારક-અનાહારકની અપેક્ષાએ વિચારણા કરી છે. આહારક ભાવ:- જીવમાં આહારકભાવ અનાદિકાલથી છે. તેથી તે અપ્રથમ છે. તે જ રીતે ૨૪ દંડકના જીવો પણ આહારક ભાવથી અપ્રથમ છે. સિદ્ધના જીવોમાં આહારક ભાવ નથી. તેથી આહારકમાં તેનું કથન નથી. અનાહારક ભાવ - સિદ્ધનો જીવ જ્યારે સિદ્ધગતિને પ્રાપ્ત કરે ત્યારે સિદ્ધત્વ ભાવનો પ્રારંભ થાય છે. તેથી તેમાં પ્રાપ્ત થતા સર્વ ભાવો પ્રથમ કહેવાય છે. તેથી સિદ્ધનો જીવ અનાહારક ભાવથી પ્રથમ છે. સંસારી જીવો વિગ્રહગતિમાં અનાહારક ભાવને પ્રાપ્ત કરે છે. તેમ છતાં અનાદિકાલથી થતાં ભવભ્રમણમાં જીવે વિગ્રહગતિની અપેક્ષાએ અનંતવાર અનાહારકપણું પ્રાપ્ત કર્યું છે. તેથી ૨૪ દંડકના જીવોમાં અનાહારક ભાવ અપ્રથમ છે.