________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-૧
| ૩૭૭ |
અપેક્ષાએ પ્રથમ અને બીજી, ત્રીજીવાર અવેદીપણાને પ્રાપ્ત કરે તેની અપેક્ષાએ અપ્રથમ છે અને સિદ્ધપદમાં સિદ્ધત્વની અપેક્ષાએ અવેદીપણું પ્રથમ જ છે, અપ્રથમ નથી. (૧૩) શરીર દ્વાર:२० ससरीरी जहा आहारए, एवं जावकम्मगसरीरी, जस्स जं अत्थि सरीरं, णवरं आहारगसरीरी एगत्तपुहुत्तेणं जहा सम्मदिट्ठी। असरीरी जीवो सिद्धो एगत्तपुहुत्तेणं पढमो णो अपढमो। ભાવાર્થ - સશરીરી જીવ, આહારકની સમાન છે. આ રીતે યાવત્ કાર્મણ શરીરી જીવના વિષયમાં પણ જાણવું જોઈએ. જે જીવને જે શરીર હોય, તેનું કથન કરવું જોઈએ. પરંતુ આહારક શરીરીના વિષયમાં એકવચન અને બહુવચનમાં સમ્યગુદષ્ટિ જીવની સમાન કથન કરવું જોઈએ. અશરીરી જીવ અને સિદ્ધ એક વચન અને બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. વિવેચન :સશરીરી અપ્રથમ – આહારક શરીરને છોડીને ઔદારિક આદિ શરીરધારી જીવ અપ્રથમ છે. કારણ કે સંસારી જીવોને સશરીરીપણું અનાદિકાલીન છે. આહારક શરીરી એક અથવા અનેક જીવ, સમ્યગદષ્ટિની સમાન કદાચિત્ પ્રથમ, કદાચિત્ અપ્રથમ હોય છે. જે જીવ પ્રથમવાર આહારક શરીર બનાવે તે અપેક્ષાએ પ્રથમ અને બીજી, ત્રીજીવાર બનાવે તે અપેક્ષાએ અપ્રથમ છે. જીવને આહારક શરીરની પ્રાપ્તિ અનેક ભવની અપેક્ષાએ ચાર વાર જ થઈ શકે છે. અશરીરી-પ્રથમ-જીવ અને સિદ્ધ એકવચન અને બહુવચનથી પ્રથમ છે, કારણ કે અશરીરીપણું એક જ વાર પ્રાપ્ત થાય છે. (૧૪) પર્યાપ્ત દ્વાર:२१ पंचहि पज्जत्तीहिं पंचहिं अपज्जत्तीहिं एगत्तपुहुत्तेणंजहा आहारए, णवरंजस्स जा अत्थि जाववेमाणिया णो पढमा, अपढमा । इमा लक्खण-गाहा
जो जेणं पत्तपुव्वो भावो, सो तेण अपढमओ होइ।
सेसेसु होई पढमो, अपत्तपुव्वेसु भावेसु॥ ભાવાર્થ:- પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત અને પાંચ અપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ, એકવચન અને બહુવચનથી આહારકની સમાન છે. જેને જે પર્યાપ્તિ હોય, તેનું કથન કરવું જોઈએ, આ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ. અર્થાત્ તે પ્રથમ નથી, અપ્રથમ છે. પ્રથમ અપ્રથમના લક્ષણ આ પ્રમાણે છે
ગાથાર્થ જે જીવોને જે ભાવ(અવસ્થા) પૂર્વે પ્રાપ્ત હોય તથા જે ભાવ અનાદિકાલીન હોય, તે ભાવની અપેક્ષાએ તે જીવ અપ્રથમ કહેવાય છે અને જે ભાવ પ્રથમવાર જ પ્રાપ્ત થાય છે, પૂર્વે પ્રાપ્ત થયા નથી તેની અપેક્ષાએ તે જીવ પ્રથમ કહેવાય છે. વિવેચન :પર્યાપ્ત-અપર્યાપ્ત અપ્રથમ પ્રત્યેક જીવોને પર્યાપ્ત અને અપર્યાપ્ત ભાવ અનાદિકાલીન છે. તેથી તે