________________
૩૫૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૦ : ઉદ્દેશક-૬, ૭
પૃથ્વીકાયિક
અધોલોકિક પૃથ્વીકાયિક જીવોના મારણાંતિક સમુદ્યાત:| १ पुढविक्काइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए समोहए, समोहणित्ता जे भविए सोहम्मे कप्पे पुढविक्काइयत्ताए उववज्जित्तए सेणं भंते ! किं पुव्वि उववज्जित्ता पच्छा संपाउणेज्जा, पुव्वि संपाउणित्ता पच्छा उववज्जेज्जा?
गोयमा ! पुविवा उववज्जित्ता पच्छा संपाउणेज्जा,पुट्विं वा संपाउणित्ता पच्छा ૩વવનેશ્વા શબ્દાર્થ:-સમો નોળિT- સમવહત થઈને, સમુદ્યાત કરીને, નીકળીને સંપાળનઆહાર પુદ્ગલોને ગ્રહણ કરે ૩વવાની ઉત્પત્તિ ક્ષેત્રમાં જઈને. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જે પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં મારણાંતિક સમુદ્યાત કરીને સૌધર્મ દેવલોકમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે શું પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર(પુગલ) ગ્રહણ કરે છે કે પહેલાં આહાર ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે અથવા પહેલાં પુગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે અર્થાત્ બંને પ્રકારે સંભવિત છે. | २ सेकेणटेणं जावपच्छा उववज्जेज्जा?
गोयमा ! पुढविक्काइयाणं तओ समुग्घाया पण्णत्ता,तंजहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणतियसमुग्घाए । मारणंतियसमुग्घाएणं समोहणमाणे देसेण वा समोहणइ, सव्वेण वा समोहणइ, देसेण वा समोहणमाणे पुव्वि संपाउणित्ता पच्छा उववज्जिज्जा, सव्वेणं समोहणमाणे पुट्विं उववज्जेत्ता पच्छा संपाउणेज्जा; से तेणटेणं जावउववज्जेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે બંને પ્રકારે ઉત્પન્ન થઈ શકે છે અર્થાત્ પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર ગ્રહણ કરે છે અથવા પહેલાં આહાર ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોને ત્રણ સમુદ્યાત હોય છે. યથા– વેદના સમુદ્યાત, કષાય સમુદ્યાત અને મારણાંતિક સમુદ્યાત. જ્યારે પૃથ્વીકાયિક જીવો મારણાંતિક સમુઘાત કરે છે અર્થાત્ મૃત્યુ પામે છે ત્યારે તે (૧) દેશ સમુદ્રઘાતથી પણ મૃત્યુ પામે છે અને (૨) સર્વ સમુઘાતથી પણ મૃત્યુ પામે છે.