________________
શતક્ર–૧૭ઃ ઉદ્દેશક્ર-૬ થી ૧૧
૩૫૭
શતક-૧૦ઃ ઉદ્દેશક-૬ થી ૧૧
જ સંક્ષિપ્ત સાર
જે
જે
- આ છ ઉદ્દેશકમાં પૃથ્વીકાયિક, અપકાયિક અને વાયુકાયિક જીવોના મારણાંતિક સમુદુઘાત વિષયક નિરૂપણ છે. મારણાંતિક સમુદ્દઘાત- આયુષ્ય સમાપ્તિના અંતર્મુહૂર્ત પહેલાં મૂળ શરીરને છોડ્યા વિના આત્મ પ્રદેશોને ઉત્પત્તિ સ્થાન સુધી ફેલાવવા તેને મારણાંતિક સમુદ્દાત કહે છે. (૧) દેશ મારણાંતિક સમદઘાત- જ્યારે આત્મપ્રદેશો ઈલિકા ગતિથી ઉત્પત્તિ સ્થાન સુધી જાય છે ત્યારે કેટલાક આત્મપ્રદેશો પૂર્વ શરીરમાં રહે છે અને કેટલાક આત્મપ્રદેશો ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચી જાય છે. તેને દેશ મારણાંતિક સમુદ્દાત કહે છે. (૨) સર્વ મારણાંતિક સમુદ્દઘાત- જ્યારે જીવ મારણાંતિક સમુઘાતથી એક સાથે આત્મપ્રદેશોને મૂલ શરીરથી સંહરણ કરીને દડાની ગતિથી ઉત્પત્તિસ્થાન સુધી જાય છે ત્યારે સર્વ આત્મપ્રદેશો એક સાથે જ ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. તેને સર્વ સમુઘાત કહે છે. અહીં સર્વ સમુદ્યાતમાં “સમુઘાત’ શબ્દ મૃત્યુ માટે રૂઢ થયેલ શબ્દ પ્રયોગ છે.
જ્યારે જીવ દેશ મારણાંતિક સમુદ્યાતથી જાય ત્યારે પહેલાં આહાર ગ્રહણ કરે છે પછી ઉત્પન્ન થાય છે અને જ્યારે સર્વ સમુઘાત કરીને મૃત્યુ પામે ત્યારે પહેલાં ઉત્પન્ન થાય છે પછી આહાર ગ્રહણ કરે છે.
રત્નપ્રભા પથ્વી આદિ અધોલોકના પૃથ્વીકાયિક જીવ મારણાંતિક સમુદુઘાત કરી ઊર્ધ્વલોકમાં ૧૨ દેવલોક, નવગ્રેવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈષ પ્રાશ્મારા પૃથ્વીમાં ઉત્પન્ન થાય. તે વિષયનું પ્રતિપાદન કરતો એક ઉદ્દેશક છે. ત્યાર પછી ૧૨ દેવલોક આદિ ઊર્ધ્વલોકના પૃથ્વીકાયિક જીવ મારણાંતિક સમુદ્યાત કરી અધોલોકની સાત નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત વિષયક બીજો ઉદ્દેશક છે. આ રીતે પૃથ્વીકાયના બે, અપકાયના બે અને વાયુકાયિક જીવોના બે-બે ઉદ્દેશક છે.
સાત નરક પૃથ્વી, ૧૨ દેવલોક આદિની અપેક્ષાએ પૃથ્વીકાયિક જીવો, ઘનોદધિ અને ઘનોદધિવલયની અપેક્ષાએ અપ્લાયિક જીવો અને ઘનવાત, તનવાત આદિની અપેક્ષાએ વાયુકાયિક જીવોનું કથન છે. બાદર તેઉકાયિક અને વનસ્પતિકાયિક તથા ત્રસ જીવોનું અહીં વર્ણન નથી. કારણ કે સાત નરક પૃથ્વીથી સિદ્ધશિલા સુધીના સૂત્રોક્ત સ્થળોમાં અપેક્ષિત અગ્નિ અને વનસ્પતિના સ્વતંત્ર સ્થાન નથી. તેમજ તે રીતે ત્રસકાયિક જીવોની પણ ઉપરથી નીચે ઉત્પત્તિ સંભવ નથી.