________________
૩૫
છ OS
શતક-૧૦ : ઉદ્દેશક-૫ ઈશાનેન્દ્ર
શ્રી ભગવતી સૂત્ર–૪
RO ZOG
ઈશાનેન્દ્રની સુધર્માંસભાનું સ્થાન :
१ कहिं णं भंते ! ईसाणस्स देविंदस्स देवरण्णो सभा सुहम्मा पण्णत्ता ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डुं चंदिम सूरिय एवं जहा ठाणपए जाव मज्झे ईसाणवर्डेसए । से णं ईसाणवर्डेसए महाविमाणे अद्धतेरसजोयणसयसहस्साइं एवं जहा दसमसए सक्कविमाणवत्तव्वया सा इह वि ईसाणस्स णिरवसेसा भाणियव्वा जाव आयरक्ख त्ति । ठिई सातिरेगाइं दो सागरोवमाइं, सेसं तं चेव जावईसाणे देविंदे देवराया, ईसाणे देविंदे દેવરાયા । । સેવ મતે ! સેવ મતે ! ॥
॥ શતક ૧૭/પ સંપૂર્ણ ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સુધર્મા સભા કયાં આવી છે ?
ઉત્તર– હે ગૌતમ ! આ જંબુદ્રીપના મંદર પર્વતની ઉત્તરમાં આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમરમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર અને સૂર્ય વિમાનનું ઉલ્લંઘન કરીને આગળ જતાં પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ અનુસાર ઈશાનકલ્પ છે. તે વિમાનોના બહુમધ્યભાગમાં પાંચ અવતંસક વિમાન છે. તેના મધ્યભાગમાં ઈશાનાવતંસક વિમાન છે. તે ઈશાનાવતંસક મહાવિમાન સાડા બાર લાખ યોજન લાંબુ અને પહોળું છે, ઇત્યાદિ યાવત્ શતક-૧૦/૬ માં શક્રેન્દ્રના વિમાનની વક્તવ્યતા અનુસાર તે વિમાનનું વર્ણન અને દેવઋદ્ધિનું વર્ણન તેના આત્મરક્ષક દેવો પર્યંત જાણવું જોઈએ. ઈશાનેન્દ્રની સ્થિતિ બે સાગરોપમથી કંઈક અધિક છે. શેષ સર્વ પૂર્વવત્ યાવત્ તે દેવેન્દ્ર દેવરાજ ઈશાન છે, ત્યાં સુધી જાણવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II