________________
શતક-૧૭ : ઉદ્દેશક-૪
વૈમાનિકો સુધી જાણવું જોઈએ.
११ जीवाणं भंते! किं अत्तकडं वेयणं वेएंति, परकडं वेयणं वेएंति, तदुभयकडं वेयणं वेति ? गोयमा ! जीवा अत्तकडं वेयणं वेएंति, णो परकडं, णो तदुभयकडं । एवं जाव વેમાખિયાળ । । સેવ મતે ! તેવ મતે ! ॥
૩૫૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જીવ, શું આત્મકૃત વેદનાનું વેદન કરે છે, પરકૃત વેદનાનું વેદન કરે છે કે ઉભયકૃત વેદનાનું વેદન કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! જીવ આત્મકૃત વેદનાનું વેદન કરે છે, પરકૃત અને ઉભયકૃત વેદનાનું વેદન કરતા નથી. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ.
વિવેચનઃ
દુઃખ− પ્રસ્તુત સૂત્રોમાં દુઃખ શબ્દથી દુઃખનું અથવા મુખ્યતયા દુઃખના હેતુભૂત કર્મોનું ગ્રહણ થાય છે. દુઃખથી સંબંધિત બંને પ્રશ્નોનો આશય એ છે કે દુઃખના કારણભૂત કર્મ અને કર્મનું વેદન(ફલભોગ) સ્વયંસ્કૃત, પરકૃત કે ઉભયકૃત હોય છે ? જૈન સિદ્ધાંત અનુસાર દુઃખ આત્મકૃત છે.
વેદના— સુખ અને દુઃખ અથવા બંનેના હેતુભૂત કર્મોના વેદનને વેદના કહે છે. કારણ કે શાતા-અશાતા બંને પ્રકારનું વેદન વેદનારૂપ છે અને તે વેદના પણ કર્મજન્ય હોય છે. તેથી વેદના અને તેના હેતુભૂત કર્મોનું વેદન પણ આત્મકૃત હોય છે.
આ પ્રશ્નોથી ઈશ્વર, દેવ-દેવી અથવા કોઈ પરિનમિત્તને દુઃખ આપવાની કે અન્ય દ્વારા વેદના આપવાની કે ભોગવવાની અન્ય ધર્મોની ભ્રાન્ત માન્યતાનું નિરાકરણ થઈ જાય છે. નિષ્કર્ષ એ છે કે સંસારના સમસ્ત પ્રાણીઓને સ્વકર્મજનિત દુઃખ કે વેદના હોય છે. અન્ય વ્યક્તિ કે વસ્તુ કયારેક તેમાં નિમિત્ત બને છે પરંતુ ઉપાદાન રૂપે તો સ્વયં પોતે છે. કર્મબંધ અને તેનું ફળ આત્મા સ્વયં કરે છે અને સ્વયં ભોગવે છે.
|| શતક ૧૦/૪ સંપૂર્ણ ॥