________________
૩૫૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
एवं तहेव दंडओ। एवं जावपरिग्गहेणं । एवं एए वीसंदंडगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે છે, તે જ પ્રદેશમાં શું સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પષ્ટ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે પરિગ્રહ સુધી જાણવું જોઈએ. આ રીતે વીસ સૂત્રાલાપક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ક્રિયાની સ્પષ્ટતા કયા ક્ષેત્રમાં અને કયા સમયમાં થાય છે તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
ક્રિયા જે સમયે, જે દેશનક્ષેત્ર ખંડ)માં, જે પ્રદેશ(ક્ષેત્રના સૂક્ષ્મવિભાગ)માં થાય છે, તે જ સમયે, તે જ ક્ષેત્રના, તે જ પ્રદેશમાં તે આત્મા સાથે સ્પષ્ટ થાય છે, અન્ય ક્ષેત્રના અન્ય પ્રદેશમાં કે અન્ય સમયમાં સ્પષ્ટ થતી નથી. કારણ કે જીવ વર્તમાન સમયમાં એકક્ષેત્રાવગાઢ પુદ્ગલોને જ ગ્રહણ કરે છે. વીવું ઢT :- સત્રકારે એક એક ક્રિયાનું કથન ચાર પ્રકારે કર્યું છે. (૧) સમસ્યય જીવ દ્વારા ક્રિયાની અપેક્ષાએ સ્પષ્ટતા (૨) સમયની અપેક્ષાએ સ્પષ્ટતા (૩) ક્ષેત્રની અપેક્ષાએ સ્પષ્ટતા અને (૪) પ્રદેશની અપેક્ષાએ સ્પષ્ટતા. આ રીતે પ્રાણાતિપાતિકા ક્રિયાના ચાર સૂત્રો. તે જ રીતે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહના ચાર-ચાર સૂત્રો ગણતાં ૫ x ૪ = ૨૦ સૂત્રો થાય છે. આત્મકૃત સુખ દુઃખ અને વેદના :
८ जीवाणं भंते ! किं अत्तकडे दुक्खे, परकडे दुक्खे, तदुभयकडे दुक्खे ? गोयमा! अत्तकडे दुक्खे,णो परकडे दुक्खे,णोतदुभयकडे दुक्खे । एवं जाववेमाणियाण । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જીવોને જે દુઃખ છે, તે શું આત્મકૃત છે, પરકૃત છે કે ઉભયકૃત છે?
- ઉત્તર-હે ગૌતમ! જીવોને જે દુઃખ છે તે આત્મકૃત છે, પરકૃત નથી અને ઉભયકૃત પણ નથી. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. | ९ जीवा णं भंते ! किं अत्तकडं दुक्खं वेएंति, परकडं दुक्खं वेएंति, तदुभयकडं दुक्ख वेएति? गोयमा ! अत्तकडंदुक्ख वेएति,णोपरकडंदुक्ख वेएति,णोतदुभयकडं दुक्खं वेएंति । एवं जाववेमाणियाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ શું આત્મકૃત દુઃખનું વેદન કરે છે, પરકૃત દુઃખનું વેદન કરે છે કે ઉભયકૃત દુઃખનું વેદન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવ, આત્મકૃત દુઃખનું વેદન કરે છે, પરકૃત દુઃખનું વેદન કરતા નથી અને ઉભયકૃત દુઃખનું વેદન કરતા નથી. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. १० जीवाणं भंते ! किं अत्तकडा वेयणा,परकडा वेयणा, पुच्छा? गोयमा ! अत्तकडा वेयणा,णोपरकडा वेयणा,णोतदुभयकडा वेयणा । एवं जाववेमाणियाण । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવોને જે વેદના છે, તે શું આત્મકૃત છે, પરકૃત છે કે ઉભયકૃત છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવોની વેદના આત્મકૃત છે, પરકૃત નથી, ઉભયકૃત પણ નથી. આ રીતે