________________
શતક–૧૭: ઉદ્દેશક-૪ .
૩૫૩
પણ જાણવું જોઈએ. આ પાંચ દંડક(સૂત્રાલાપક) થયા. વિવેચનઃસ્પષ્ટ કિયા - પ્રસ્તુત પ્રકરણમાં ‘ક્રિયા’ શબ્દ કર્મ અર્થમાં છે. કોઈ પણ ક્રિયા(કર્મ) આત્મા સાથે ક્ષીર અને નીરની જેમ એકરૂપ થઈને જ થાય છે. જો એકાત્મરૂપ થયા વિના પણ ક્રિયા થાય તો કરેલા કર્મોના ફળનું વેદન જીવને થશે નહીં, અથવા અજીવને કે મૃત શરીરને પણ ક્રિયા અને તજ્જન્ય કર્મબંધ થાય; પરંતુ તે પ્રમાણે થતું નથી. તેથી સિદ્ધ થાય છે કે સ્પષ્ટ ક્રિયા જ થાય છે. અસ્પૃષ્ટ થતી નથી. તે જ રીતે નાવ નો અણુપુત્રિવત્તિ વાળંસિયા-આ સંક્ષિપ્ત પાઠશતક-૧/s અનુસાર છે. તેનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક ક્રિયા (1) કૃત–કરવાથી જ થાય છે, કર્યા વિના થતી નથી. (૨) આત્મકૃત જ થાય છે, કાલ કે ઈશ્વર આદિ અન્યકૃત થતી નથી. (૩) આનુપૂર્વીકૃત-ક્રિયામાં પુગલ ક્રમશઃ ગ્રહણ થાય છે. અનાનુપૂર્વીકૃત અક્રમિક ગ્રહણ થતાં નથી. કિયા ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાં થાય-ક્રિયાના પરિણામોનુસાર જીવ જેટલી દિશામાંથી કર્મપુદ્ગલોને ગ્રહણ કરે તેટલી દિશામાંથી ક્રિયા થઈ કહેવાય. સમુચ્ચય જીવ અને ત્રસ જીવો તેમજ ત્રસ નાડીમાં રહેલા સ્થાવર જીવો અવશ્ય છ દિશામાંથી પુગલ ગ્રહણ કરીને ક્રિયા કરે છે અને લોકના નિષ્ફટ ભાગમાં રહેલા સ્થાવર જીવો ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી કર્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. જીવ જો લોકના નિષ્ફટ ભાગમાં સ્થિત હોય ત્યારે તેની આસપાસની દિશામાં અલોક આવે છે. જેટલી દિશામાં અલોક આવે તેટલી દિશામાંથી તે કર્મ પુદગલો ગ્રહણ કરી શકતો નથી. તેથી અલોકના વ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી અને જો કોઈ વ્યાઘાત ન હોય તો જીવ છ દિશામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે. સમય અને ક્ષેત્રની અપેક્ષાએ ક્રિયાની સ્પષ્ટતા :
५ जंसमयं णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जइ सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ? गोयमा !तहेव जाववत्तव्वं सिया । एवं जाववेमाणियाणं । एवं मुसावाएणं जावपरिग्गहेणं । एवं एए विपंच दंडगा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે સમયે જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે છે, તે સમયે શું તે સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પૃષ્ટ ક્રિયા કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જીવ પૃષ્ટ, કૃત, આત્મકૃત અને આનુપૂર્વીકૃત ક્રિયા કરે છે, અસ્કૃષ્ટ, અકૃત, અનાત્મકૃત કે અનાનુપૂર્વીકૃત ક્રિયા કરતો નથી; આ રીતે વૈમાનિકો સુધી ચોવીસ દંડકમાં જાણવું તથા આ જ રીતે મૃષાવાદથી પરિગ્રહ સુધીના વિષયમાં પણ સર્વ સૂત્રાલાપક જાણવા જોઈએ. આ રીતે અહીં પાંચ પાપસ્થાનના પાંચ સૂત્રાલાપક થાય છે. |६ नंदेसेणं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जइ, पुच्छा? गोयमा ! एवं चेव जावपरिग्गहेणं, एए वि पंच दंडगा। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જે ક્ષેત્રમાં જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે છે, તે જ ક્ષેત્રમાં શું સ્પષ્ટક્રિયા કરે છે કે અસ્પષ્ટ? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે યાવત્ પરિગ્રહ સુધી જાણવું જોઈએ. |७ जंपएसंणं भंते !जीवाणं पाणइवाएणं किरिया कज्जइ साभंते किं पुडा कज्जइ?