________________
શતક–૧૭: ઉદ્દેશક-૬, ૭.
[ ૩૫૯]
આ બંને પ્રકારમાંથી જ્યારે (૧) દેશ સમુદ્યાતથી મૃત્યુ પામે છે. ત્યારે પહેલાં આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે પછી ઉત્પન્ન થાય છે અને (૨) સર્વ સમુદ્યાતથી મૃત્યુ પામે છે ત્યારે પહેલાં ઉત્પન્ન થાય છે પછી આહારના પુગલો ગ્રહણ કરે છે. | ३ पुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए जावसमोहए, समोहणित्ता जे भविए ईसाणे कप्पे पुढविकाइयत्ताए, पुच्छा? ___ गोयमा!एवं चेव ईसाणे वि। एवं जावअच्चुयगेविज्ज विमाणे, अणुत्तर विमाणे; ईसिपब्भाराए य एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! જે પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં મારણાંતિક સમુઘાત કરીને ઈશાન કલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર ગ્રહણ કરે છે કે પહેલાં આહાર ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સૌધર્મ કલ્પની સમાન ઈશાન દેવલોકમાં પણ સંપૂર્ણ કથન કરવું અને આ જ રીતે અશ્રુત દેવલોક, રૈવેયક વિમાન, અનુત્તર વિમાન અને ઈષ~ાભારા પૃથ્વીના વિષયમાં જાણવું જોઈએ. | ४ पुढविकाइए णं भंते ! सक्करप्पभाए पुढवीए समोहए समोहणित्ता जे भविए सोहम्मे कप्पे पुढविकाइयत्ताए, पुच्छा?
गोयमा ! एवं जहा रयणप्पभाए पुढविकाइओ उववाइओ एवं सक्करप्पभाए वि पुढविक्काइओउववाएयव्वो जावईसिपब्भाराए, एवंजहा रयणप्पभाए वत्तव्वया भणिया, एवं जाव अहेसत्तमाए समोहए ईसिपब्भाराए उववाएयव्वो, सेसंतंचेव । ॥ सेवं भंते ! સેવ મતે !! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે પૃથ્વીકાયિક જીવ, શર્કરા પ્રભામાં મારણાન્તિક સમુઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, ઈત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે રત્નપ્રભાપૃથ્વીના પૃથ્વીકાયિક જીવોની ઉત્પત્તિ કહી, તે જ રીતે શર્કરાપ્રભા નરક પૃથ્વીના પૃથ્વીકાયિક જીવોની પણ ઉત્પત્તિ કહેવી જોઈએ. આ જ રીતે ઈષત્નાભારા પૃથ્વી સુધી જાણવું જોઈએ. જે રીતે રત્નપ્રભાના પૃથ્વીકાયિક જીવોની વક્તવ્યતા કહી, તે જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધીમાં મારણાંતિક-સમુઘાતથી સમવહત જીવોની ઈષ~ાભારા પૃથ્વી સુધીમાં ઉત્પત્તિ જાણવી જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં એક સ્થાનથી અન્ય સ્થાનમાં ઉત્પન્ન થતાં પૃથ્વીકાયિક જીવોના આહાર ગ્રહણ સંબંધી બે વિકલ્પોનું કથન છે. (૧)સબેન મોદણઃ -જીવ પોતાના શરીરને સર્વથા છોડીને, દડાની જેમ એક સાથે સર્વ આત્મપ્રદેશો સાથે ઉત્પત્તિ સ્થાનમાં જાય છે તેને સર્વ સમુઘાત કહે છે. તે જીવ પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે. આ સર્વ સમુદ્યાત(સમવહત) શબ્દ મૃત્યુ માટે રૂઢ થયેલો શબ્દ પ્રયોગ