________________
શતક–૧૭: ઉદ્દેશક-૪
[ ૩૫૧]
શતક-૧૦ઃ ઉદ્દેશક-૪
સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદ્દેશકમાં ક્રિયાની સ્પષ્ટતાનું, દુઃખ અને વેદનાના આત્મકર્તુત્વનું નિરૂપણ છે.
આત્મા પ્રાણાતિપાત આદિ ક્રિયા કરે છે. તે ક્રિયા સ્પષ્ટ જ હોય છે. અસ્પષ્ટ હોતી નથી. * ક્રિયાના પરિણામોનુસાર આત્મા એક ક્ષેત્રાવગાઢ કર્મ પુદગલોને ગ્રહણ કરે છે. તેથી તે ક્રિયા અને તજ્જન્ય કર્મબંધ આત્મા સાથે સંબંદ્ધ હોય છે. તે ઉપરાંત ક્રિયા જીવ દ્વારા સ્વયં કરાય ત્યારે જ થાય છે, ઈશ્વરાદિ દ્વારા થતી નથી.
ક્રિયા કરનાર જીવ જ્યાં સ્થિત હોય તે પ્રમાણે કર્મ પુદગલોને ગ્રહણ કરે છે. જીવ જો લોકના નિષ્ફટ ભાગમાં સ્થિત હોય તો તેને અલોકનો વ્યાઘાત હોવાથી તે ત્રણ, ચાર કે પાંચ દિશાના અને જો તે નિર્વાઘાત સ્થાનમાં સ્થિત હોય તો છ દિશામાંથી પુદ્ગલોને ગ્રહણ કરે છે. ક્રિયા જે સમયે, જે ક્ષેત્રમાં, જે પ્રદેશમાં કરાય તે જ સમયમાં તે પૃષ્ટ થાય છે. * જીવ આત્મકૃત દુઃખ કે વેદનાનો અનુભવ કરે છે; પરકૃત કે ઉભયકૃત દુઃખ કે વેદનાનો અનુભવ કરતો નથી. દુઃખ અને દુઃખના હેતુભૂત કર્મો આત્મકૃત હોય છે અને કર્મ ફળનું શાતા કે અશાતારૂપનું વેદન પણ આત્મતિ હોય છે.
કદાચ અન્ય વ્યક્તિ કે વસ્તુ વેદનામાં નિમિત્ત બને, તેમ છતાં તે વેદના સ્વકર્મજન્ય જ હોય છે અને તેનું વેદન પણ આત્મા સ્વયં કરે છે.
આ રીતે અહીં જૈનદર્શનાનુસાર કર્મબંધની અને તેના ફલભોગની પ્રક્રિયા સ્પષ્ટ થાય છે.