________________
| ૩૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
કરણસત્ય, મનસમન્વાહરણ, વચનસમન્વાહરણ, કાયસમન્વાહરણ, ક્રોધવિવેક યાવતું મિથ્યાદર્શનશલ્યવિવેક, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, વેદનાઅધ્યાસનતા, મારણાન્તિક અધ્યાસનતા, આ સર્વ પદોનું (ગુણોનું)અંતિમ ફળ શું છે?
ઉત્તર-હે ગૌતમ! સંવેગ, નિર્વેદ યાવતુમારશાન્તિક કષ્ટસહિષ્ણુતા, આ સર્વ પદોનું અંતિમ ફળ મોક્ષ છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૯માં કથિત સમ્યક-પરાક્રમના કેટલાક બોલોનો સંગ્રહ છે અને સંગ્રહિત સર્વ બોલોનું અંતિમ ફળ મોક્ષ છે, તેમ નિરૂપિત કર્યું છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એક-એક બોલના ફળનું વિસ્તૃત અને ક્રમબદ્ધ વર્ણન છે. અહીં તે પ્રત્યેક બોલનું પરંપરાફળ મોક્ષનું સંક્ષેપથી કથન છે. સૂત્રોક્ત પ્રત્યેક બોલ મોક્ષમાર્ગના સોપાન છે. તે આત્મગુણોની વૃદ્ધિ અને દોષોની હાનિ કરે છે. તેથી તે પરંપરાએ મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ કરાવે છે.
સવેગ = મોક્ષાભિલાષા, નિર્વેદ = સંસારથી વિરક્તિ, ગુરુ-સાધર્મિક શુશ્રષા = દીક્ષાદિ પ્રદાતા આચાર્ય અને સાધર્મિક સાધુવર્ગની સેવા, ભુપશમનતા = કષાયોની ઉપશાત્તતા, ભાવ અપ્રતિબદ્ધતા = હાસ્યાદિ ભાવોમાં આસક્તિ ન રાખવી, વિનિવર્તના = દોષોથી નિવૃત્તિ, વિવિક્તશયનાસનતા = સ્ત્રી, પુરુષ અને નંપુસક રહિત સ્થાન, આસન અથવા ઉપાશ્રયનું સેવન કરવું, સંભોગ પ્રત્યાખ્યાન = સાધુઓ એક સાથે એક માંડલા(સમુદાય)માં બેસીને ભોજનાદિ ક્રિયાઓ કરે છે તેને સંભોગ કહે છે. જિનકલ્પ આદિ વિશિષ્ટ અભિગ્રહો ધારણ કરીને તે આહાર આદિના સંભોગનો ત્યાગ કરવો તેને સંભોગ પ્રત્યાખ્યાન કહેવાય છે, સમાહરણ = મન, વચન અને કાયાને વશમાં રાખવું, વેદનાધ્યાસનતા = ક્ષુધા આદિ વેદનાઓને સહન કરવી, મારણાત્તિકાધ્યાસનતા = મારણાત્તિક કષ્ટને સહન કરવા. કેટલાક પદોના વિશિષ્ટાર્થ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૯થી જાણવા.
(
જે શતક ૧૦/૩ સંપૂર્ણ છે
)