________________
શતક–૧૭: ઉદ્દેશક-૩
[ ૩૪૫]
શતક-૧૦ : ઉદ્દેશક-૩
શૈલેશી
શૈલેશી અણગારમાં કંપન આદિ ક્રિયાનો નિષેધ - | १ सेलेसिं पडिवण्णए णं भंते ! अणगारे सया समियं एयइ, वेयइ जावतं तं भावं परिणमइ ? गोयमा !णो इणढे समढे;णण्णत्थ एगेणं परप्पओगेणं । શબ્દાર્થ - શિય = નિરંતર, વ્યવસ્થિત, પ્રમાણોપેત ક્ = એજના કરે છે, કંપિત થાય છે વેચ= વિશેષ રૂપે કંપે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરનાર અણગાર, સદા નિરંતર કંપે છે વિશેષ કંપે છે યાવત્ તે તે ભાવે પરિણમે છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. પરપ્રયોગ સિવાય શૈલેશી અવસ્થામાં કંપન થતું નથી, અર્થાત્ પરપ્રયોગથી કંપન(સ્થાનાંતરણ) થઈ શકે છે. વિવેચન :શૈલેશી અવસ્થા- શૈલેશ અર્થાત્ પર્વતરાજ સુમેરુ. તેની જેમ નિષ્કપ, નિશ્ચલ-અડોલ અવસ્થાને શૈલેશી-અવસ્થા કહે છે. શૈલેશી અવસ્થામાં મન, વચન અને કાયાના યોગનો નિરોધ થઈ ગયો હોય છે, ચૌદમાં ગુણસ્થાને આ અવસ્થા પ્રાપ્ત થાય છે. શૈલેશી અવસ્થા સંપન્ન અણગારના આત્મપ્રદેશો સર્વથા નિષ્કપ હોય છે પરંતુ પર પ્રયોગથી કોઈ તેના શરીરને કંપિત કરે, તેના શરીરને ધક્કો મારી પાડી નાંખે આદિ કાંઈ પણ કરે તો તેના શરીરમાં કંપનાદિ ક્રિયા દષ્ટિગોચર થાય છે, પરંતુ યોગનિરોધ પછી આત્મપ્રદેશોમાં સૂક્ષ્મ કંપન પણ થતું નથી; શરીર નિમિત્તક સ્થાનાન્તરણ થઈ શકે છે. જેમ કે નદીમાં વહેતો સાધક મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે ૧૪મા ગુણસ્થાનમાં પણ તેનું શરીર ગતિમાન રહી શકે છે. તેમ છતાં તેમાં આત્મ પ્રદેશોતો સ્થિર જ હોય છે. એજનાના ભેદ-પ્રભેદઃ| २ कइविहा णं भंते ! एयणा पण्णत्ता? गोयमा ! पंचविहा पण्णत्ता; तं जहादव्वेयणा,खेत्तेयणा,कालेयणा, भवेयणा, भावेयणा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! એજનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! એજનાના પાંચ પ્રકાર છે. યથા- દ્રવ્ય એજના, ક્ષેત્ર એજના, કાલ એજના, ભવ એજના અને ભાવ એજના. | ३ दव्वेयणाणं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! चउव्विहा पण्णत्ता,तं जहा णेरइयदव्वेयणा, तिरिक्ख जोणिय दव्वेयणा मणुस्सदव्वेयणा देवदव्वेयणा।