________________
૩૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્રવ્ય એજનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચાર પ્રકાર છે. યથા– નૈરયિક દ્રવ્ય એજના, તિર્યંચ યોનિક દ્રવ્ય એજના, મનુષ્ય દ્રવ્ય એજના અને દેવ દ્રવ્ય એજના. | ४ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-णेरइयदव्वेयणा णेरइयदव्वेयणा?
गोयमा !जणंणेरइया णेरइयदव्वेवट्टिसुवा, वटुंति वा, वट्टिस्संति वा तेणंतत्थ णेरइया णेरइयदव्वे वट्टमाणा णेरइयदव्वेयणं एयसुवा एयति वा, एइस्सति वा । से तेणटेणं गोयमा ! जावणेरइय दव्वेयणा।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને નૈરયિક દ્રવ્ય એજના કહે છે?
હનર હે ગૌતમ ! નૈરયિક જીવ. નરયિક દ્રવ્યમાં વર્તતા હતા. વર્તે છે અને વર્તશે. તે નૈરયિક જીવોએ નૈરયિક દ્રવ્યમાં વર્તતા નરયિક દ્રવ્યની એજના પહેલા કરી હતી, કરે છે અને કરશે, તેથી હે ગૌતમ! તેને નૈરયિક દ્રવ્ય એજના કહે છે. | ५ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-तिरिक्खजोणियदव्वेयणा तिरिक्खजोणिय दव्वेयणा? गोयमा ! एवं चेव, णवरं तिरिक्खजोणियदव्वे भाणियव्वं । सेसंतंचेव, एवं जावदेवदव्वेयणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને તિર્યંચયોનિક દ્રવ્ય એજના કહે છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે છે પરંતુ અહીં નૈરયિક દ્રવ્યના સ્થાને તિચયોનિક દ્રવ્ય કહેવું જોઈએ. શેષ કથન નૈરયિકની સમાન છે. આ જ રીતે મનુષ્ય દ્રવ્ય એજના અને દેવદ્રવ્ય એજના પણ જાણવી જોઈએ.
६ खेत्तेयणा णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा !चउव्विहा पण्णत्ता,तं जहाणेरइयखेत्तेयणा जावदेवखेत्तेयणा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ક્ષેત્ર-એજનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચાર પ્રકાર છે. યથા– નૈરયિક ક્ષેત્ર એજના યાવત્ દેવ ક્ષેત્ર એજના. ७ सेकेणगुणं भंते ! एवं वुच्चइ-णेरइयखेत्तेयणा,णेरइयखेत्तेयणा?
गोयमा ! एवं चेव,णवरंणेरइयखेत्तेयणा भाणियव्वा, एवं जावदेवखेत्तेयणा। एवं कालेयणा वि, एवं भवेयणा वि, एवं भावेयणा वि, एवं जावदेव भावेयणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને નૈરયિક ક્ષેત્ર એજના” કહે છે?
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવતુ જાણવું.અહીં નૈરયિક દ્રવ્ય એજનાના સ્થાને નૈરયિક ક્ષેત્ર એજના કહેવું જોઈએ અને આ રીતે યાવતું દેવક્ષેત્ર એજનાનું કથન કરવું. આ જ રીતે કાલ એજના, ભવ એજના અને ભાવ એજના ચાર-ચાર પ્રકારનું કથન કરવું યાવત દેવ ભાવ એજના સુધી જાણવું જોઈએ. વિવેચન :એજના - યોગ દ્વારા આત્મ પ્રદેશોનું અથવા જીવ સહિતના પુદ્ગલ દ્રવ્યોનું કંપવું, પોતાનું સ્થાન છોડ્યા