________________
३४४
શ્રી ભગવતી સ્ત્ર-૪
શતક-૧૦ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલા અણગારની નિષ્કપતા સકંપતા(એજના), ચલના અને તેના પ્રકારોનું તેમજ સંવેગાદિ ૪૯ બોલોના પરંપરા ફળનું પ્રતિપાદન છે.
★
શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલા અર્થાત્ જેના યોગનો નિરોધ થઈ ગયો છે, જે મેરુ પર્વતની જેમ આત્મ પ્રદેશોની નિશ્ચલ અવસ્થાને પામી ગયા છે તેવા ચૌદમા ગુણસ્થાનવી સાધુના આત્મ પ્રદેશમાં સામાન્ય કે વિશેષ કંપન, સ્પંદન, ગમનાદિ કોઈ પણ ક્રિયા થતી નથી.
કંપનાદિ કોઈ પણ ક્રિયા યોગ સાપેક્ષ છે. યોગનિરોધ પછી કંપનાદિ ક્રિયાઓ થતી નથી પરંતુ પરપ્રયોગથી તેના શરીરમાં ગમનાદિ ક્રિયાઓ કયારેક સંભવે છે. જે રીતે કોઈ ધક્કો દઈને પાડી નાંખે, ઘાણીમાં પીલે કે પાણીમાં વહાવી દે, ઇત્યાદિ પરિસ્થિતિમાં શરીર ગતિમાન થાય છે. પરંતુ તેના આત્મપ્રદેશોમાં સૂક્ષ્મ પણ કંપન વગેરે થતું નથી.
સામાન્ય કંપનને એજના કહે છે. તેના પાંચ પ્રકાર છે– (૧) દ્રવ્ય એજના (૨) ક્ષેત્ર એજના (૩) કાલ એજના (૪) ભવ એજના (૫) ભાવ એજના.
નારકાદિ પર્યાયને પ્રાપ્ત થયેલા જીવ દ્રવ્યમાં જે સામાન્ય કંપન થાય તેને દ્રવ્ય એજના કહે છે. ચાર ગતિની અપેક્ષાએ તેના ચાર ભેદ છે. નરક આદિ ક્ષેત્રમાં રહેલા જીવમાં જે કંપન થાય તેને ક્ષેત્ર એજના કહે છે. તે જ રીતે નારકાદિના આયુષ્ય કાલમાં, નરકાદિ ભવમાં અને ઔદિયાદિ ભાવમાં રહેલા જીવમાં જે સામાન્ય કંપન થાય, તેને ક્રમશઃ કાલ, ભવ અને ભાવ એજના કહે છે. પ્રત્યેકના ચાર ગતિની અપેક્ષાએ ચાર ચાર ભેદ છે.
આત્મપ્રદેશોનું કંપન જ્યારે શરીર, ઇન્દ્રિય કે યોગના માધ્યમથી પ્રગટ થાય તેને ચલના કહે છે. તેમજ શરીરાદિના ચલનથી તત્ પ્રાયોગ્ય પુદ્ગલોનું જે પરિણમન થાય તેને ચલના કહે છે. તેના મુખ્યમંદ ત્રણ છે– (૧) શરીર ચલના (ર) ઇન્દ્રિય ચલના (૩) યોગ ચલના. તેમાં પાંચ શરીર યોગ્ય પુદ્ગલોના શરીરરૂપે પરિણમન થવામાં શરીરનો જે વ્યાપાર થાય તેને શરીર ચલના કહે છે. પાંચ શરીરની અપેક્ષાએ તેના પાંચ ભેદ છે. તે જ રીતે ઇન્દ્રિય અને યોગ ચલનાનું સ્વરૂપ સમજવું જોઈએ. ઇન્દ્રિય ચલનાના પાંચ અને યોગ ચલનાના ત્રણ ભેદ છે.
★
સંવેગ, નિર્વેદ, સેવા, આલોચના, નિંદા, ગાઁ આદિ ૪૯ બોલ સાધનામાં સહાયક બને છે. સાધકોના આત્મગુણોની વૃદ્ધિ કરે છે. તેથી તેનું અંતિમ ફળ મોક્ષ છે.
܀܀