________________
શતક-૧૭: ઉદ્દેશક-૨
[ ૩૪૩]
तहागयस्स जीवस्स अरूविस्स, अकम्मस्स, अरागस्स, अवेदस्स, अमोहस्स, अलेसस्स, असरीरस्स, ताओसरीराओ विप्पमुक्कस्सणो एवं पण्णायइ,तंजहा-कालत्तेवा जाव लुक्खत्ते वा । सेतेणटेणं गोयमा ! जावचिट्ठित्तए वा । सेवं भंते ! सेवं भंते ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવ, (સર્વ કર્મ ક્ષય પામતાં પહેલા અરૂપી થઈને પછી રૂપી આકારની વિદુર્વણા કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. અરૂપી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કર્યા પછી કોઈ સિદ્ધજીવ રૂપી વિદુર્વણા કરીને રહી શકતા નથી. હે ગૌતમ ! હું આ જાણું છું કે તે તથા પ્રકારના જીવ અર્થાત્ સિદ્ધાત્મા અરૂપી, અકર્મા, અરાગી, અવેદી, અમોહી, અલેશી, અશરીરી છે અને તે શરીરથી વિપ્રમુક્ત જીવમાં કાળાપણું યાવત્ રૂક્ષપણું આદિ હોતું નથી, અર્થાત્ તે સિદ્ધ જીવ અરૂપી છે, વર્ણાદિ વીસ બોલથી રહિત છે. તેથી હે ગૌતમ ! આ સંસારનો કોઈપણ જીવ અરૂપી થઈને પછી રૂપી રૂપોની વિફર્વણા કરવામાં સમર્થ નથી. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં બે પ્રકારના સિદ્ધાંતનું નિરૂપણ છે. યથા- સંસારના જીવો રૂપી હોવાના કારણે અરૂપી રૂપોની વિકુવર્ણા કરી શકતા નથી અને સિદ્ધ જીવો અરૂપી હોવા છતાં પણ કર્મ રહિત, ક્રિયારહિત હોવાના કારણે રૂપી કે અરૂપી કોઈ પણ પ્રકારની વિદુર્વણા કરતા જ નથી. (૧) દેવો પોતાની શક્તિથી કયારેક ચર્મ ચક્ષુથી અદશ્ય રૂપની વિદુર્વણા કરી શકે છે પરંતુ ખરેખર તે અરૂપી હોતા નથી, તે વૈક્રિયકૃત રૂપો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત હોવાથી રૂપી જ હોય છે. (૨) જીવ જ્યારે કર્મ, વેદ, વેશ્યા, રાગ, મોહ, શરીર આદિ ભાવોથી સર્વથા મુક્ત થઈ જાય છે, પૌગલિક ભાવો સર્વથા છૂટી જાય છે ત્યારે તે અરૂપી થઈ જાય અર્થાત્ તે સિદ્ધ થઈ જાય છે. તે સિદ્ધ જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિથી સર્વથા રહિત થઈ જાય છે અને તેવા શુદ્ધ થયેલા જીવો(સિદ્ધાત્મા) કયારે ય રૂપી રૂપની જ નહીં પરંતુ કોઈપણ પ્રકારની વિકર્વણા જ કરતા નથી અને તે સિદ્ધ ભગવંત ફરીથી ક્યારેય સંસારી કે સશરીરી થતા નથી.
આ રીતે રૂપી એટલે કર્મયુક્ત જીવ અરૂપી રૂપની વિમુર્વણા કરી શકતા નથી અને અરૂપી એટલે કર્મ રહિત જીવ(મુક્તાત્મા)રૂપી કે અરૂપી કોઈપણ રૂપોની વિદુર્વણા જ કરતા નથી.
શતક ૧૦/ર સંપૂર્ણ
(