________________
૩૪૨
શ્રી ભગવતી સૂત્ર–૪
રજુ કર્યો છે.
અન્યતીર્થિકો જીવ અને જીવાત્માને ભિન્ન માને છે પરંતુ જીવ અને જીવાત્મા બંનેમાં વાસ્તવિક રીતે કોઈ ભેદ નથી. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન, ચાર બુદ્ધિ, આદિ ભાવો જીવસ્વરૂપ જ છે. પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ આદિ પુદ્ગલજન્ય ભાવો હોવા છતાં જ્યાં સુધી જીવ સાથે હોય ત્યાં સુધી જીવથી કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન છે. આ રીતે સૂત્રોક્ત પ્રત્યેક ભાવોમાં સમજવું.
રૂપી-અરૂપી વિક્રિયાની વિચારણા :
| १२ देवे णं भंते ! महिड्डिए जाव महासोक्खे पुव्वामेव रूवी भवित्ता पभू अरूविं વિત્તિા ખંચિકિત્ત ? મોયના ! જો ફળકે સમઢે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મહર્ષિક યાવત્ મહાસુખી દેવ, રૂપી હોવા છતાં અરૂપી રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી.
=
१३ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ - देवे णं जाव णो पभू अरूविं विडव्वित्ता णं चिट्ठित्तए ?
गोयमा ! अहमेयं जाणामि, अहमेयंपासामि, अहमेयं बुज्झामि, अहमेयं अभिसमण्णागच्छामि, मए एयं णायं, मए एवं दिट्ठ, मए एयं बुद्धं, मए एयं अभिसमण्णागयं- जंणं तहागयस्स जीवस्स सरूविस्स, सकम्मस्स, सरागस्स, सवेयगस्स, समोहस्स, सलेसस्स, ससरीरस्स, ताओ सरीराओ अविप्पमुक्कस्स एवं पण्णायइ, तं जहा - कालत्ते वा जाव सुक्किलत्ते वा सुब्भिगंधत्ते वा दुब्भिगधत्ते वा तित्तत्ते वा जाव महुरत्ते वा, कक्खडत्ते वा जाव लुक्खत्ते वा, से तेणट्टेणं गोयमा ! जावचिट्ठित्तए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે મહર્દિક દેવ યાવત્ મૂર્તરૂપ ધારણ કરીને પછી અરૂપી થવામાં—અરૂપી રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ નથી ?
ઉત્તર– હે ગૌતમ ! હું તે વિકુર્વિત રૂપોને જાણું છું, દેખું છું, નિશ્ચિતરૂપે સમજું છું અને સર્વ પ્રકારથી સમજું છું, અર્થાત્ તે વૈક્રિયકૃત શરીર ચર્મચક્ષુથી ન દેખાય તો પણ મને કેવળ જ્ઞાન-દર્શનથી જણાય છે, દેખાય છે. વાસ્તવમાં તે રૂપો અરૂપી હોતા નથી. કારણ કે મેં જાણ્યું છે, જોયું છે, સમજ્યું છે અને સર્વ પ્રકારે અવગત કર્યું છે કે તે તથાપ્રકારના રૂપયુક્ત, કર્મયુક્ત, રાગયુક્ત, વેદયુક્ત, મોહયુક્ત, લેશ્યા યુક્ત, શરીરયુક્ત અને તે શરીરથી અવિપ્રમુક્ત વૈક્રિયકૃત જીવના વિષયમાં એવું સ્પષ્ટ જણાય છે કે તે ચર્મ ચક્ષુથી નહીં દેખાતા શરીરયુક્ત જીવમાં કાળાપણું યાવત્ શ્વેતપણું, સુગંધીપણું યાવત્ દુર્ગંધીપણું, કડવાપણું યાવત્ મધુરપણું તથા કર્કશપણું યાવત્ રુક્ષપણું; આ રીતે વર્ણાદિ વીસ બોલ હોય છે. તેથી હે ગૌતમ ! તે દેવ સ્વયં રૂપી હોવાના કારણે અરૂપી રૂપોની વિકુર્વણા કરી શકતા નથી.
१४ सच्चेवणं भंते! से जीवे पुव्वामेव अरूवी भवित्ता पभू रूविं विडव्वित्ताणं चिट्ठित्तए ?
गोयमा ! णो इणट्टे समट्ठे जावचिट्ठित्तए । गोयमा ! अहं एयं जाणामि जावजं णं