________________
શતક-૧૭ : ઉદ્દેશક-૨
जाव परिग्गहवेरमणे, कोहविवेगे जावमिच्छादंसणसल्लविवेगे वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; उप्पत्तियाए जाव परिणामियाए वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; उग्गहे, ईहा, अवाए, धारणाए वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; उठाणे जाव परक्कमे वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; णेरइयत्ते, तिरिक्ख- मणुस्स- देवत्ते वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया, णाणावरणिज्जे जाव अंतराइए वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; एवं कण्हलेस्साए जाव सुक्कलेस्साए; एवं सम्मदिट्ठिए, मिच्छादिट्ठीए सम्मामिच्छादिट्ठीए; एवं चक्खुदंसणे जाव केवलदसणे, आभिणिबोहियणाणे जावकेवलणाणे एवं तिण्णि अण्णाणा; चत्तारि सण्णाओ; पंच सरीरा; तिण्णि जोगा; दो उवओगे जाव अणागारोवओगे वट्टमाणस्स अण्णे जीवे, अण्णे जीवाया; से कहमेयं भंते ! एवं ?
૩૪૧
गोयमा ! जं णं ते अण्णउत्थिया एवं आइक्खति जाव अण्णे जीवाया; जे ते एवं आहंसु मिच्छं ते एवं आहंसु । अहं पुण गोयमा ! एवं आइक्खामि जाव परूवेमि - एवं खलु पाणाइवाए जावमिच्छादंसणसल्ले वट्टमाणस्स सच्चेव जीवे, सच्चेव जीवाया; जाव अणागारोवओगे वट्टमाणस्स सच्चेव जीवे, सच्चेव जीवाया ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપણા કરે છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શનશલ્ય પર્યંતના પાપસ્થાનમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને તે જીવથી જીવાત્મા અન્ય છે. પ્રાણાતિપાત વિરમણમાં યાવત્ પરિગ્રહ વિરમણમાં, ક્રોધ-વિવેક(ક્રોધના ત્યાગ)માં અને મિથ્યાદર્શનશલ્યના ત્યાગમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને તેનાથી જીવાત્મા ભિન્ન છે. આ જ રીતે ઔત્પાતિકી બુદ્ધિથી પારિણામિકી પર્યંતની બુદ્ધિમાં, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણામાં અને ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે. નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણામાં; જ્ઞાનાવરણીયથી અંતરાય પર્યંતના કર્મમાં, કૃષ્ણથી શુકલ પર્યંતની લેશ્યામાં, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્ર દષ્ટિમાં; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનમાં; મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં; મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનમાં, આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞામાં; ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્યણ શરીરમાં; મનયોગ, વચનયોગ અને કાયયોગમાં; સાકારોપયોગ અને અનાકારોપયોગમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને તેનાથી જીવાત્મા અન્ય છે. હે ભગવન્ ! શું આ સત્ય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અન્યતીર્થિકોનું પૂર્વોક્ત કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં વર્તતા પ્રાણી તે જ જીવ છે અને તે જ જીવાત્મા છે યાવત્ અનાકારોપયોગમાં વર્તતા પ્રાણી તે જ જીવ છે અને તે જ જીવાત્મા છે અર્થાત્ જીવ અને જીવાત્મા બંને એક છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અન્યતીર્થિકોનો મત પ્રસ્તુત કરીને, તેના નિરાકરણપૂર્વક જૈનદર્શનનો અભિપ્રાય