________________
૩૪૦ ]
શ્રી ભગવતી સત્ર-૪
जहा जीवा । वाणमंतस्जोइसियवेमाणिया जहाणेरइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પંચેન્દ્રિય તિર્યંચો બાલ છે, પંડિત છે કે બાલ પંડિત છે?
ઉત્તર- હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ બાલ છે અને બાલ-પંડિત પણ છે પરંતુ પંડિત નથી. મનુષ્ય, સામાન્ય જીવોની સમાન ત્રણે ય છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન નૈરયિકોની સમાન જાણવું અર્થાત્ તે માત્ર બાલ છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અન્યતીર્થિકોના મતના નિરાકરણપૂર્વક શ્રમણાદિમાં તથા ચોવીસ દંડકવર્તી જીવોમાં બાલ, પંડિત અને બાલપંડિતની પ્રરૂપણા કરી છે. પંડિત - જેણે સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે, તેવા સર્વવિરત જીવોને આગમની ભાષામાં પંડિત કહેવાય છે. બાલઃ-જેણે કોઈ પણ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો નથી, તેવા અવિરત જીવો બાલ કહેવાય છે. બાલપડિત – જેણે કેટલીક પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે અને કેટલીક પાપ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો નથી. તે એક દેશથી બાલ છે અને એક દેશથી પંડિત છે, તેવા દેશવિરત જીવો બાલપંડિત કહેવાય છે. અન્યતીર્થિકોનો મત - શ્રમણો સર્વવિરતિ હોવાથી પંડિત છે, શ્રમણોપાસકો દેશવિરતિ હોવાથી બાલપંડિત છે; અહીં સુધી અન્યતીર્થિકોનો મત ઉચિત છે પરંતુ “જે જીવ માત્ર એક જ જીવની હિંસાના પ્રત્યાખ્યાન ન કરે તો તે પણ એકાંત બાલ કહેવાય છે,” આ કથન ઉપયુક્ત નથી.
આ અન્યતીર્થિકોનું કથન શ્રાવક વ્રતની વિશાળતાને સમજ્યા વિનાનું છે. વાસ્તવમાં જે એકાદ વ્રત પણ ગ્રહણ કરે, એક અંશથી પણ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરે તો તેને બાલપંડિત કહેવાય છે, તે એકાંત બાલ કહેવાતા નથી.
શ્રમણોપાસકો ધર્મમાં અનુરક્ત હોય છે, તેની શ્રદ્ધા દઢ હોય છે. સર્વ પાપથી નિવૃત્ત થવાની ભાવના હોવા છતાં તેઓ શક્તિ અને સામર્થ્ય અનુસાર વ્રત ગ્રહણ કરે છે અને કેટલાક આગાર-છૂટ રાખે છે. તેઓ ત્રસ જીવહિંસાના પચ્ચકખાણ કરે તો પણ તેના વ્રતમાં સાપરાધી કે પીડાકારી ત્રસ જીવોની હિંસાના પચ્ચખાણ હોતા નથી. તેઓ અહિંસા વ્રત ગ્રહણ કરે છે પરંતુ તેમાં સ્થાવર જીવોની હિંસાની તો મર્યાદા જ કરે છે. ગૃહસ્થ જીવનમાં સર્વથા હિંસા આદિના પચ્ચખાણ કરી શકતા નથી. આ રીતે તેના વ્રતમાં અનેક આગાર હોય છે માટે એકાદ જીવહિંસાના પચ્ચખાણ ન કરવા માત્રથી કોઈને એકાંત બાલ કહી શકાતું નથી.
સંયતાદિ અને પંડિતાદિ શબ્દોમાં અર્થની અપેક્ષાએ કોઈ ભેદ નથી, કેવલ અપેક્ષા ભેદ છે. ક્રિયાની અપેક્ષાએ સંયતાદિ શબ્દોનો વ્યપદેશ થાય છે અને બોધવિશેષની અપેક્ષાએ પંડિત આદિ શબ્દોનો વ્યપદેશ થાય
જીવ અને આત્માની અભિન્નતા:११ अण्णउत्थिया णं भंते ! एवं आइक्खंति जावपरूवैति- एवं खलु पाणाइवाए, मुसावाए जावमिच्छादसणसल्लेवट्टमाणस्स अण्णेजीवे,अण्णेजीवाया,पाणाइवायवेरमणे