________________
૩૩૬
શ્રી ભગવતી સૂત્ર-૪
| શતક-૧૦ઃ ઉદ્દેશક-ર) જે સંક્ષિપ્ત સાર
જે
જ
* આ ઉદ્દેશકમાં સંયત, અસંયતાદિ જીવની ધર્મ-અધર્મ આદિમાં સ્થિતિ; સંયત આદિ જીવ પંડિત આદિ શબ્દથી વાચ્ય થઈ શકે છે, જીવ અને જીવાત્મામાં કથંચિત્ ભિન્નતા કથંચિત્ અભિન્નતા અને અરૂપી વિક્રિયા કરવાનું દેવનું અસામર્થ્ય વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * સંયત-વિરત જીવ ધર્મમાં(ચારિત્રધર્મમાં સ્થિત છે. તે ધર્મનો આશ્રય સ્વીકારીને વિચરણ કરે છે. તેથી તેને ધર્મમાં સ્થિત કહેવાય છે. ધર્મ આત્મ સ્વભાવરૂપ હોવાથી તેમાં સૂવા, બેસવાની આદિ કોઈ પણ ક્રિયા થઈ શકતી નથી. તે જ રીતે અસંયત-અવિરત જીવ અધર્મમાં અને સંતાસંયત-દેશવિરત જીવ ધર્માધર્મમાં અર્થાત્ શ્રાવકધર્મમાં સ્થિત છે. ૨૪ દંડકના જીવોમાં નારકો, દેવો, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય જીવો અધર્મમાં, તિર્યંચ પંચેન્દ્રિય અધર્મમાં અને ધર્માધર્મમાં, તેમજ મનુષ્યો ધર્મમાં અધર્મમાં અને ધર્માધર્મમાં સ્થિત હોય છે. * સંયત જીવને પંડિત, અસંયત જીવને બાલ અને સંતાસંયત જીવને બાલ પંડિત કહે છે. અન્ય તીર્થિકોનું કથન છે કે બાલપંડિત જીવો અર્થાત્ શ્રાવકો કોઈ પણ જીવની હિંસા કરે તો તેને એકાંત બાલ કહેવાય છે. આ કથન સંગત નથી. કારણ કે શ્રાવકોના અણુવ્રત હોય છે. તેમાં પોતાની ઇચ્છાનુસાર આગાર–છૂટ રાખી શકે છે. ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરે અને સ્થાવર જીવોની હિંસા કરવાના પ્રત્યાખ્યાન ન કરે તો તે એકાંત બાલ કહી શકાય નહીં. તે એક વ્રતનો પણ સ્વીકાર કરે, એક દેશથી પણ પાપક્રિયાથી નિવૃત્ત થાય, તો પણ તેને બાલપંડિત જ કહેવાય છે.
૨૪ દંડકના જીવોમાં નારકો, દેવો, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય જીવો એકાંત બાલ હોય છે તિર્યંચ પંચેન્દ્રિય બાલ અને બાલપંડિત બંને હોય છે તથા મનુષ્યોમાં ત્રણ વિકલ્પ સંભવિત છે. * અઢાર પાપસ્થાન, પાપવિરતિ, ચાર બુદ્ધિ, મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન, ચાર બુદ્ધિ, કર્મ, વેશ્યા, શરીર, સંજ્ઞા, યોગ કે ઉપયોગમાં વર્તતો જીવ અને જીવાત્મા બંને એક જ છે અન્ય નથી. અન્યતીર્થિકો પ્રકૃતિ અને પુરુષની કલ્પના કરીને જીવ અને જીવાત્માને સર્વથા ભિન્ન માને છે, તે યોગ્ય નથી. જૈન દર્શનાનુસાર તે સર્વ જીવની પર્યાયો જીવ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન છે. * મહર્તિક દેવ, રૂપી રૂપોની જ વિકર્વણા કરી શકે છે. અરૂપી રૂપની વિકુર્વણા કરી શકતા નથી. દેવો પોતાની શક્તિથી અદૃશ્ય રૂપોની ચર્મચક્ષુથી દષ્ટિગોચર ન થાય તેવા રૂપોની વિદુર્વણા કરી શકે છે પરંતુ તે અદશ્ય રૂપો પણ વાસ્તવમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત અર્થાત્ રૂપી જ હોય છે.
કોઈ પણ જીવ જ્યાં સુધી કર્મ સહિત છે ત્યાં સુધી તે અરૂપી બની શકતો નથી. જ્યારે તે કર્મથી સર્વથા મુક્ત થાય ત્યારે તે અરૂપી બની જાય છે. એકવાર અરૂપી થયા પછી તે કદાપિ રૂપી થતો નથી. અર્થાતુ સિદ્ધ થયા પછી તે ફરી કદાપિ સંસારી થતો નથી.