________________
શતક–૧૭: ઉદ્દેશક-૧
[ ૩૩૫ ]
કહેવી જોઈએ. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I/ વિવેચન : -
ભાવના છ પ્રકાર છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને સાન્નિપાતિક ભાવ. ૩૬૫ ૩૬bum :- ઉદય અને ઉદયનિષ્પન્ન.આઠે કર્મપ્રકૃતિઓના ફળને અનુભવવું તેને ઉદય કહે છે. ઉદયના ભાવને ઔદયિક કહે છે. ઉદય ભાવથી જે પ્રાપ્ત થાય તેને ઉદયનિષ્પન્ન કહે છે. ઉદય નિષ્પન્નના બે ભેદ છે. યથા- જીવ ઉદય નિષ્પન્ન અને અજીવ ઉદય નિષ્પન્ન. જીવ ઉદયનિષ્પન્નઃ- કર્મના ઉદયથી જીવમાં થનારા નારક, તિર્યંચ આદિ તેમજ યશોકીર્તિ, ઉચ્ચ-નીચગોત્ર વગેરે પર્યાયોને જીવોદય નિષ્પન્ન કહેવાય છે. અજીવ ઉદયનિષ્પન્ન - કર્મના ઉદયથી અજીવમાં થનારા પર્યાયને અજીવ ઉદયનિષ્પન્ન કહે છે. યથાઔદારિક આદિ શરીર તથા શરીરમાં રહેલા વર્ણાદિ, અજીવ-ઉદયનિષ્પન્ન' કહેવાય છે. શેષ પાંચ ભાવોના સ્વરૂપ માટે જુઓ– ગુરુપ્રાણ આગમ બત્રીસીનું અનુયોગ દ્વાર સૂત્રપૃષ્ઠ-૧૯૮-૨૨૪.
(
શતક ૧૦/૧ સંપૂર્ણ
)