________________
૩૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ઉત્તર- હે ગૌતમ ! તેને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા પણ લાગે છે. આ રીતે દંડકના ક્રમથી મનુષ્ય સુધી બહુવચનનું કથન કરવું જોઈએ.
વૈક્રિયશરીરના વિષયમાં પણ આ જ રીતે એક વચન અને બહુવચનની અપેક્ષાએ બે આલાપક કહેવા જોઈએ. પરંતુ જે જીવોને વૈક્રિય શરીર હોય, તેના વિષયમાં જ કથન કરવું જોઈએ. આ રીતે યાવત કાર્પણ શરીર સુધી અર્થાત્ આહારક, તૈજસ અને કાર્પણ શરીરનું કથન કરવું જોઈએ.
આ જ રીતે શ્રોતેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય પર્વતની પાંચ ઇન્દ્રિય તથા મનોયોગ, વચનયોગ અને કાયયોગના વિષયમાં જે જીવને જે હોય, તેના વિષયમાં તેનું કથન કરવું જોઈએ. આ રીતે સર્વ મળીને એકવચન અને બહુવચન સંબંધી ૨૬ દંડક(સૂત્રાલાપક)કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શરીર, ઇન્દ્રિય અને યોગના પ્રકારનું કથન કરીને તેને નિષ્પન્ન કરનાર જીવને એક વચન અને બહુવચનની અપેક્ષાએ લાગતી ક્રિયાઓનું નિરૂપણ છે.
ઔદારિક આદિ પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ, તે તેર સ્થાનને બાંધતો જીવ જ્યાં સુધી અન્ય જીવોને પરિતાપ આદિ ઉત્પન્ન કરતો નથી, ત્યાં સુધી તેને કાયિકી, આધિકરણિકી અને પ્રાષિકી આ ત્રણ ક્રિયાઓ લાગે છે, જ્યારે અન્ય જીવોને પરિતાપાદિ ઉત્પન્ન કરે છે, ત્યારે પારિતાપનિકી સહિત ચાર ક્રિયાઓ લાગે છે અને જ્યારે અન્ય જીવોની હિંસા કરે છે ત્યારે પ્રાણાતિપાતિકી સહિત પાંચ ક્રિયાઓ લાગે છે. ૨૬દંડક-પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ, તે તેર સ્થાનનું એકવચન અને બહુવચનની અપેક્ષાએ કથન કરતા ૨૬ દંડક(સૂત્રાલાપક) થાય છે. ઔદયિક આદિ છ ભાવોઃ१७ कइविहेणं भंते! भावे पण्णत्ते? गोयमा ! छविहे भावे पण्णत्ते,तंजहा- उदइए, उवसमिए जावसण्णिवाइए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ભાવના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ!ભાવના છ પ્રકાર છે. યથા– (૧) ઔદયિક (૨) ઔપથમિક ૩) ક્ષાયોપથમિક (૪) ક્ષાયિક (૫) પારિણામિક (૬) સાત્રિપાતિક. १८ से किंतं उदइए?
__ उदइए भावेदुविहे पण्णत्ते,तंजहा- उदइए, उदयणिप्फण्णेय; एवंएएणं अभिलावेणं जहा अणुओगदारे छण्णामतहेव णिरवसेसं भाणियव्वं जावसेत्तं सण्णिवाइए भावे । I સેવ મત ! સેવ મતે ! | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઔદયિક ભાવના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ઔદયિક ભાવના બે પ્રકાર છે. યથા– ઔદયિક અને ઉદય નિષ્પન્ન. આ જ રીતે બે-બે પ્રકારના સૂત્રપાઠ દ્વારા સન્નિપાતિક ભાવ સુધી અનુયોગદ્વાર સૂત્રોનુસાર છ ભાવની વક્તવ્યતા