________________
શતક-૧૭ : ઉદ્દેશક-૨
છ OS
શતક-૧૦ : ઉદ્દેશક-ર
સંયત
૩૩૭
RO IOS
જીવોમાં ધર્મ, અધર્મ અને ધર્માધર્મનું નિરૂપણ ઃ
१ से णूणं भंते ! संजय विरय-पडिहय-पच्चक्खायपावकम्मे धम्मे ठिए, असंजयअविरय-अपडिहयपच्चक्खायपावकम्मे अधम्मेठिए, संजयासंजए धम्माधम्मे ठिए ?
ता गोया ! संजय - विरय जाव धम्माधम्मे ठिए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું સંયત, પ્રાણાતિપાતાદિથી વિરત અને પાપકર્મને રોકીને ભવિષ્યમાં પાપકર્મ ન કરવાના પ્રત્યાખ્યાન કર્યા છે, એવા જીવ, શું ધર્મમાં સ્થિત છે, અસંયત, અવિરત અને પાપકર્મનો નાશ અને પ્રત્યાખ્યાન નહીં કરનાર જીવ શું અધર્મમાં સ્થિત છે અને સંયતાસંયત જીવ શું ધર્માધર્મમાં સ્થિત છે ?
ઉત્તર– હા, ગૌતમ ! સંયત, વિરત જીવ ધર્મમાં સ્થિત છે, અસંયત જીવ અધર્મમાં સ્થિત છે અને સંયતાસંયત જીવ ધર્માધર્મમાં સ્થિત છે.
२ एयंसि णं भंते ! धम्मंसि वा अधम्मंसि वा, धम्माधम्मंसि वा चक्किया के આસત્તÇ વા નાવ તુટ્ટત્ત વા ? ગોયમા !ખો ફળકે સમદે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવે સ્વીકારેલા ધર્મ, અધર્મ અને ધર્માધર્મ ઉપર કોઈ જીવ બેસવામાં યાવત્ સૂવામાં સમર્થ છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શકય નથી.
३ सेकेणं खाइ अद्वेणं भंते ! एवं वुच्चइ - जाव धम्माधम्मे ठिए ।
गोयमा ! संजय विरय जाव पावकम्मे धम्मे ठिए, धम्मं चेव उवसंपज्जित्ताणं विहरइ; असंजय जावपावकम्मे अधम्मे ठिए, अधम्मं चेव उवसंपज्जित्ता णं विहरइ । संजयासंजए धम्माधम्मे ठिए, धम्माधम्मं उवसंपज्जित्ता णं विहरइ । से तेणट्टेणं गोयमा ! जाव धम्माधम्मे ठिए ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે ધર્મ આદિ ઉપર કોઈ જીવ બેસવામાં, સૂવામાં સમર્થ નથી ? ઉત્તર– હે ગૌતમ ! સંયત, વિરત અને પાપકર્મને રોકીને પ્રત્યાખ્યાન કરનાર જીવ, ધર્મમાં સ્થિત છે અને તે ધર્મને સ્વીકારીને વિચરે છે. આ જ રીતે અસંયત, અવિરત અને પાપકર્મને ન રોકનાર અને પ્રત્યાખ્યાન ન કરનાર જીવ, અધર્મમાં સ્થિત છે અને તે અધર્મને જ સ્વીકારીને વિચરે છે. સંયતાસંયત જીવ, ધર્માધર્મમાં સ્થિત છે અને દેશવિરતિપણું સ્વીકારીને વિચરે છે. તેથી હે ગૌતમ ! ઉપર્યુક્ત રૂપે કથન કર્યું છે. ૪ નીવા ” તે ! િધમ્મેનિયા, અધમ્મેનિયા, ધમ્માધમ્મેનિયા ? નોયમા ! નીવા