________________
વર્ગણાઓને કર્મરૂપે જોડવા અધ્યવસાયના દ્રાવણરૂપ ગમ ઉત્પન્ન કરે છે. જે જૈનદર્શનની પરિભાષામાં લેશ્યા કહેવાય છે. જેવા ભાવોની સંજ્ઞા થાય, તેવા પરમાણુ પુદ્ગલ બનીને આવે છે. આત્મામાં ઊઠતા ભાવો અરૂપી છે, તે ભાવ લેશ્યા છે. તેના દ્વારા ખેંચાઈને આવતી પુદ્ગલ વર્ગણાઓ તેવા કલરની બનીને સંયોજિત થાય છે, તેને દ્રવ્યલેશ્યા કહે છે. તેના દ્વારા કાર્મણ વર્ગણાના પુદ્ગલો આત્મા સાથે બંધ પામતાં આડત્રીસ વસ્તુઓ સર્જાય છે.
સાત નરકના ૮૪ લાખ નરકાવાસોમાં એક સમયમાં એક, બે, ત્રણ થી લઈને સંખ્યાત અસંખ્યાત, સ્વ સ્થાનને યોગ્ય કાપોત, નીલ, કૃષ્ણલેશી નારકી જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે નારકીના આકારનું ફૂલ વિવિધ પ્રકારનો પરાગ લઈને પાંખડીઓ ઉત્પન્ન કરે છે. તે પાંખડીનું વર્ણન ઊંડાણ ભર્યું છે. ત્યાંથી ઉર્તન અને સ્થિત સ્થાન, નારકીના અધ્યવસાય રૂપ જગત જાણી લેવા જેવું છે. બીજો પ્રયોગ દેવગતિનો છે. દેવો ચાર પ્રકારના હોય છે. તેમાં ભવનપતિદેવોને
ઉત્પન્ન થવાના સાત કરોડ બહોંતેર લાખ ભવનો હોય છે. તેમાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયમાં એક, બે, ત્રણથી લઈને સંખ્યાત-અસંખ્યાત જીવો દેવરૂપે ઉત્પન્ન થાય છે. તેમાં તેજો લેશ્યા સહિત ચાર લેશ્યા હોય છે. દેવોની કાપોતાદિ લેશ્યા નારકીની જેવી મલિન હોતી નથી. તે પુષ્પની પરાગ ઇષ્ટ, સારી હોય છે. વાણવ્યંતર દેવોને ઉત્પન્ન થવાના નગર હોય છે, તેની સંખ્યા અસંખ્યાત લાખની છે. જ્યોતીષી દેવોને ઉત્પન્ન થવાના વિમાનો અસંખ્યાત લાખ હોય છે. તેમાં ઉત્પન્ન થનાર જીવો માત્ર તેજો લેશ્યાવાળા હોય છે.
વૈમાનિક દેવોના વિમાનોની સંખ્યા ૮૪,૯૭,૦૨૩ છે. તેમાં ઉત્પન્ન થનારા જીવોની શુભ લેશ્યા ત્રણ પ્રકારની હોય છે. જેમાં જે લાભે તે પ્રમાણે કુમારો ! તમારે સ્મૃતિમાં રાખવું. તેઓની વિશેષતા એ હોય છે કે દેવ બનનાર જીવો નપુંસક વેદી હોતા નથી અને બે દેવલોક પર્યંત જ સ્ત્રીવેદી હોય છે, ત્રીજા દેવલોકથી ઉપર માત્ર પુરુષ વેદ જ હોય છે. દેવો જેવી રીતે ઉત્પન્ન થાય છે, તેવી રીતે તેઓનું ઉર્તન-ચ્યવન થાય છે. બે દેવલોક સુધીના દેવો એકેન્દ્રિયમાં જાય છે તેની વિશેષમાં નોંધ લેવી. ત્રીજા પ્રયોગની વાત અતિ સૂક્ષ્મ છે. નારકાદિ જીવો ઉત્પન્ન થાય ત્યારે કાર્મણ કાયયોગ દ્વારા જલદી સર્વાંગથી ઓજ આહાર ગ્રહણ કરે, શરીર તૈયાર કરે, ઇન્દ્રિયાદિ રૂપે પુદ્ગલોનું પરિણમન કરે અને ત્યાર પછી ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરે
કુમારો ! આપણે ચોથા પ્રયોગ માટે સાતે ય નરક પૃથ્વીના નરકાવાસોની સંખ્યા જાણી લીધી. સાતમી નરકમાં ફકત પાંચ નરકાવાસ છે. તે છઠ્ઠી નરકના નરકાવાસ કરતાં અત્યંત મોટા અતિ વિસ્તાર- વાળા છે. તેમાં અધિક જીવો નથી. છઠ્ઠી નરકમાં નારક જીવોનો પ્રવેશ ચાલુ છે, તેવો પ્રવેશ ત્યાં ચાલુ રહેતો નથી. ત્યાંના જીવો અત્યંત ભારે કર્મી હોય છે. તેની અવગાહના ૫૦૦ ધનુષ્યની હોય છે. તે જીવોના જ્ઞાનાવરણીયાદિ કર્મો વધારે ગાઢ બંધાયેલા હોય છે. તેઓ મહાક્રિયાવાન, મહાશ્રવી હોય છે. તેની અપેક્ષાએ છઠ્ઠી નરકના નારકી, તેના કરતા પાંચમી-ચોથી-ત્રીજી-બીજી-પહેલી નરકના નારકીઓ અલ્પ ક્રિયા, અલ્પ આશ્રવાદિવાળા હોય છે. ત્યાંનો સ્પર્શ કઠોર, ઉષ્ણાદિ હોય છે. ત્યાંની ચોપાસમાં ઉત્પન્ન થયેલા સ્થાવર જીવો પણ
34