________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
કાપોત નીલ કણ લેશી વાસના દોષ વિલાસી જીવ નરકાદિ ગતિમાં જાય, તેજ પદ શુકલ લેશી ઉપાસના ગુણવાસી જીવ સુર-નર ગતિમાં જાય, મોક્ષાભિલાષી પરમપ્રાણ પ્યાસી ભગવતીભાખે લેશ્યાતીત બની જાય,
આગમ અન્વેષી ગુરુકપા દિલવી તેની સર્વ સમસ્યા સમાપ્ત થઈ જાય. પ્રિય જિજ્ઞાસુ પાઠક ગણ !
આજે તમારી સમક્ષ પરિણામ વિશોધક, શભધારા સંશોધક, અશભધારા રોધક, કર્મવિદારક, મોહમારકતૃષ્ણા નિવારક, સંશયહારક, સમાધાનકારક, તૃપ્તિકારક, રત્નત્રયધારક શતક તેરથી ત્રેવીસ સુધીના ખંડમાં રહેલા પ્રજ્ઞાપરાગના રસથી તરબતર ફોરમ ફેલાવતા વિવિધ આકારની પાંખડીવાળા ૨૭૨ ફૂલડાંઓની ચંગેરી(ફૂલછાબ) સમ, આત્માના ભગવદ્
સ્વરૂપને પ્રગટ કરે તેવું, શ્રી ભગવતીજી સૂત્રના ચોથા ભાગ રૂપે પ્રગટ થાય છે. તે પુષ્પોની પરાગ જૈનશાસન પામેલા મુમુક્ષુઓ માટે એવં સર્વ જીવો માટે તુષ્ટિ-પુષ્ટિ-કલ્યાણકારક બની રહો, તેવી વીર્ષોલ્લાસ સહિત ભાવ સભર મંગલમય શુભ કામના પ્રિય બંધુઓ!
આપણે સહુ જાણીએ છીએ કે કર્મ ચેતનધારાના બે કુમારો વિભાવ વૃત્તિમાંથી પ્રગટ થયેલા છે.તેઓના નામ છે વિષયાનંદકુમાર અને કષાયાનંદકુમાર. હવે તેઓ સમકિત સહિત, બારવ્રતધારી, અગિયાર પ્રતિમાનું વહન કરતા, એકવીસ ગુણોના ગુણાલયમાં કેલી કરતા ચિદાનંદકુમાર બનવાનો ધરખમ પ્રયત્ન કરી રહ્યા છે.
તેઓ પ્રયોગશાળામાંથી પ્રયોગ શીખીને, જાણીને, આદરણીય પ્રયોગને આચરણમાં મૂકે છે, ત્યાગ કરવા યોગ્ય પ્રયોગોને છોડી દે છે. આ રીતે સાંતતા દેવીના સંતાન સાંતતા દેવીના ચરણોમાં નમી પ્રયોગ- શાળામાં નિશદિન પહોંચી જાય છે. શિષ્ટાચારપૂર્વક નમણા નેત્રોને નમાવી, પંચાંગ પ્રણિપાત કરી, મધુરાવેણ બોલી ભગવતી મૈયાને વિનંતી કરતા કહે છે, બાર શતક ખંડના પ્રયોગ જાણ્યા. હવે જલદી તેરમા ખંડના પ્રયોગ દર્શાવો.
શતક-૧૩ [ભગવતીમૈયા કુમારો! આ તેરમા ખંડના પ્રયોગ રૂપી દસ ફૂલ છે. તેમાં પ્રથમ પ્રયોગમાં ગુરુ ગૌતમ- સ્વામીએ ભગવાન પાસે વેશ્યાથી લઈને અનાકાર ઉપયોગ સુધીના ૩૯ પ્રશ્નો રાખ્યા હતા. તેના ઉત્તર ભગવાને વિવિધ વિજ્ઞાનયુક્ત વિસ્તારથી વિશ્લેષણ કરીને દર્શાવ્યા છે. કુમારો ! આપણા શરીરમાં વ્યાપેલો આત્મા તો ધ્રુવ, અસંખ્યાત પ્રદેશરૂપ આત્મકાયમાં જ રહેલો છે. તેમાંથી ઊઠતી સ્વતંત્ર પર્યાય, કર્મથી રોજિત થયેલી વિભાવભાવમાં જોડાઈ નવી કાર્પણ
33