________________
શતક-૧૭ : ઉદ્દેશક-૧
૩૩૧
गोयमा ! जावं च णं से पुरिसे रुक्खस्स मूलं पचालेइ, वा, पवाडेइ वा तावं च णं से पुरिसे काइयाए जाव पंचहि किरियाहिं पुट्टे, जेसि पि य णं जीवाणं सरीरेहिंतो मूले णिव्वत्तिए जावबीए णिव्वत्तिए, ते वि य णं जीवा काइयाए जाव पंचहि किरियाहिं पुट्ठा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ વૃક્ષના મૂળને હલાવે અથવા નીચે પાડે, તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! વૃક્ષના મૂળને હલાવનાર કે નીચે પાડનાર પુરુષને કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે અને જે જીવોના શરીરથી મૂળ યાવત્ બીજ નિષ્પન્ન થયા છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચ
ક્રિયાઓ લાગે છે.
९ अहे णं भंते ! से मूले अप्पणो गरुययाए जाव जीवियाओ ववरोवेइ तओ णं મતે ! સે રિસે વિણિ ?
गोयमा ! जावं च णं से मूले अप्पणी जाव ववरोवेइ तावं च णं से पुरिसे काइयाए ! जावचउहिं किरियाहिं पुट्ठे; जेसि पि य णं जीवाणं सरीरेहिंतो कंदे णिव्वत्तिए जावबीए णिव्वत्तिए ते वि णं जीवा काइयाए जाव चउहिं पुट्ठा; जेसि पि य णं जीवाणं सरीरेहिंतो मूले णिव्वत्तिएते विणं जीवा काइयाए जावपंचहि किरियाहिं पुट्ठा; जे वि य णं से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स उवग्गहे वट्टंति ते वि णं जीवा काइयाए जाव पंचहिं किरियाहिं पुट्ठा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મૂળ પોતાના ભારથી નીચે પડે યાવત્ જીવોનું હનન કરે, તો તે મૂળને હલાવનાર યાવત્ નીચે પાડનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યારે તે મૂળ પોતાના ભારથી નીચે પડે છે અને અન્ય જીવોનો ઘાત કરે છે, ત્યારે તે પુરુષને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે, જે જીવોના શરીરથી તે કંદ નિષ્પન્ન થયું છે યાવત્ બીજ નિષ્પન્ન થયું છે, તે જીવોને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે. જે જીવોના શરીરથી મૂળ નિષ્પન્ન થયું છે, તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે તથા નીચે પડતા મૂળ દ્વારા જે જીવો ચલિત થાય અને તેનાથી જે જીવ હિંસા થાય તો તે મૂળના જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે.
१० पुरणं भंते! रुक्खस्स कंद पचालेइ, पुच्छा ?
गोयमा ! तावं च णं से पुरिसे जाव पंचहि किरियाहिं पुट्ठे, जेसिं पिणं जीवाणं सरीरेहिंतो मूले णिव्वत्तिए जाव बीए णिव्वत्तिए ते वि णं जीवा पंचहि किरियाहिं पुट्ठा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ વૃક્ષના કંદને હલાવે અથવા નીચે પાડે, તો તેને કેટલી ક્રિયાઓ લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કંદને હલાવનાર અથવા નીચે પાડનાર પુરુષને કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. જે જીવોના શરીરથી મૂળ યાવત્ બીજ ઉત્પન્ન થયું છે તે જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે.