________________
૩૩૨
શ્રી ભગવતી સૂત્ર–૪
११ अहे णं भंते ! से कंदे अप्पणो गरुयत्ताए, पुच्छा ?
गोयमा ! जाव चउहिं पुट्ठे; जेसि पि णं जीवाणं सरीरेहिंतो मूले णिव्वत्तिए, खंधे णिव्वत्तिए जावचउहिं पुट्ठा; जेसि पि णं जीवाणं सरीरेहिंतो कंदे णिव्वत्तिए ते वियणं जीवा जाव पंचहिं पुट्ठा; जे वि य से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स जाव पंचहिं પુઠ્ઠા । નહા જ્યે, વ નાવ નીય ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે કંદ પોતાના ભારથી નીચે પડે યાવત્ જીવોની ઘાત કરે તો તે પુરુષને
કેટલી ક્રિયાઓ લાગે છે?
ઉત્તર– હે ગૌતમ ! તે પુરુષને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે, જે જીવોના શરીરથી મૂળ, સ્કંદ આદિ નિષ્પન્ન થયા છે, તે જીવોને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે. જે જીવોના શરીરથી કંદ નિષ્પન્ન થયું હોય તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. નીચે પડતા તે કંદ દ્વારા માર્ગમાં જે જીવ ચલિત થાય અને તેનાથી જીવ હિંસા થાય તો તે કંદના જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે. કંદની સમાન યાવત્ બીજ સુધી કહેવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વૃક્ષના મૂળ, કંદ આદિને હલાવીને પાડે તે સમયે, હલાવનાર, પાડનાર પુરુષને; મૂળ, કંદ, વૃક્ષ આદિના જીવને તથા ફળાદિથી ચલિત થતાં જીવોને લાગતી ક્રિયાઓનું નિરૂપણ છે. સૂત્રકારે વિષયના સ્પષ્ટીકરણ માટે તાડવૃક્ષ સંબંધિત છ વિકલ્પોથી કથન કર્યું છે.
(૧) તાડવૃક્ષને હલાવનારને– જે પુરુષ તાડવૃક્ષને હલાવે છે અથવા તેના ફળને નીચે પાડે છે અને તાડફળના જીવોની તથા તાડફળને આશ્રિત રહેલા જીવોની હિંસા કરે છે, તેને પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. જેને પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે તેને પૂર્વની ચાર ક્રિયા અવશ્ય લાગે જ છે, આ રીતે તે પુરુષને કાયિકી
આદિ પાંચ ક્રિયા લાગે છે.
(૨) તાડ વૃક્ષ અને તેના સર્વ અવયવોના જીવને— જે જીવોથી તાડવૃક્ષ અને તાડફળનું શરીર નિર્મિત થયું છે તેને, અર્થાત્ તાડવૃક્ષના જીવને અને તેના ફળ પર્યંતના સર્વ અવયવોના જીવોને પણ પૂર્વોક્ત પાંચ ક્રિયાઓ લાગે છે. કારણ કે વૃક્ષના કંપિત થવાથી તે સર્વ અવયવો કંપિત થાય છે તેના સ્પાદિ દ્વારા અન્ય જીવોનો ઘાત થાય છે. આ રીતે ઘાતમાં તે જીવો સાક્ષાત્ નિમિત્ત બને છે તેથી તે સહુને પાંચ ક્રિયા નિયમથી લાગે છે.
(૩) પડનાર ફળની ગુરુતાથી અન્ય જીવોના થાતથી પુરુષને– કોઈ પુરુષ તાડફળને હલાવે તે સમયે ફળ પોતાના ભારથી નીચે પડે અને તેનાથી અન્ય જીવોની હિંસા થાય ત્યારે તે પુરુષને ચાર ક્રિયાઓ લાગે છે, કારણ કે તાડફળના પડવાથી થતાં જીવોના વધમાં તે પુરુષ સાક્ષાત્ નિમિત્ત નથી, પરંપરા નિમિત્ત છે. તેથી તેને પ્રાણાતિપાતિકી સિવાય શેષ ચાર ક્રિયાઓ લાગે છે.
(૪) ફળ પોતાના ભારથી નીચે પડે ત્યારે વૃક્ષના જીવોને પણ ચાર ક્રિયાઓ લાગે છે.
(૫) ફળ પોતાના ભારથી નીચે પડે ત્યારે તે તાડફળના જીવોને પાંચ ક્રિયાઓ લાગે છે, કારણ કે તે પ્રાણાતિપાતમાં સાક્ષાત્ નિમિત્ત થાય છે.