________________
શતક–૧૭: ઉદ્દેશક-૧
૩૨૯
અને અગ્નિકુમાર દેવોના આહારાદિ વિષયક કથન હોવાથી તેરમાથી સત્તરમા ઉદ્દેશકના નામ ક્રમશઃ તે તે દેવોના નામ અનુસાર છે. કોણિકના ગજરાજની ગતિ-આગતિ:| २ रायगिहे जाव एवं वयासी- उदायी णं भंते ! हत्थि राया कओहितो अणंतरं उव्वट्टित्ता उदायिहत्थिरायत्ताए उववण्णे?
गोयमा ! असुरकुमारेहिंतो देवेहितो अणंतरं उव्वट्टित्ता उदायिहत्थिरायत्ताए ૩વવા ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું
હે ભગવન્! (કોણિક રાજાનો)ઉદાયી નામનો ગજરાજ કઈ ગતિમાંથી નીકળીને અહીં ઉત્પન્ન થયો છે?
ઉત્તર– હે ગૌતમ! અસુરકુમાર દેવોમાંથી મરીને અહીં ઉત્પન્ન થયો છે. | ३ उदायी णं भंते ! हत्थिराया कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसंसागरोवमट्ठिइयंसि णिरयावासंसि णेरइयत्ताए उववज्जिहिइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! તે ઉદાયી નામનો પ્રધાન ગજરાજ અહીંથી કાલધર્મ પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? - ઉત્તર-હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નરયિક રૂપે ઉત્પન્ન થશે. | ४ सेणं भंते ! तओहिंतो अणंतरं उव्वट्टित्ता कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जावअंतं काहिइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે રત્નપ્રભા પૃથ્વીમાંથી નીકળીને કયાં જશે, કયાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ५ भूयाणंदे णं भंते !हत्थिराया कओहिंतो अणंतरंउव्वट्टित्ता भूयाणंदे हत्थिरायत्ताए उववण्णे? गोयमा ! जहेव उदायी जावअंत काहिइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! (કોણિક રાજાનો)ભૂતાનંદ નામનો પ્રધાન ગજરાજ કઈ ગતિમાંથી નીકળીને અહીં ઉત્પન્ન થયો છે?
ઉત્તર-હે ગૌતમ! જે રીતે ઉદાયી નામના પ્રધાન ગજરાજની વક્તવ્યતા કહી, તે જ રીતે ભૂતાનંદ ગજરાજની પણ વક્તવ્યતા જાણવી જોઈએ.યાવતુ તે સર્વ દુઃખોનો અંત કરશે.