________________
૩૨૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૦ : ઉદ્દેશક-૧
કુંજર
ઉદ્દેશકોનાં નામ :
कुंजर संजय सेलेसिं, किरिय ईसाण पुढवि दगवाऊ ।
एगिदियणागसुवण्ण, विज्जुवायुअग्गि सत्तरसे ॥ ભાવાર્થ:- આ શતકના ૧૭ ઉદેશક છે. તેના નામ આ પ્રકારે છે– (૧) કંજર (ર) સંયત (૩) શૈલેશી (૪) ક્રિયા (૫) ઈશાન (૬-૭) પૃથ્વી (૮–૯) ઉદક (૧૦–૧૧) વાયુ (૧૨) એકેન્દ્રિય (૧૩) નાગ (૧૪) સુવર્ણ (૧૫) વિદ્યુત (૧૬) વાયુકુમાર અને (૧૭) અગ્નિકુમાર. વિવેચન :
પ્રત્યેક ઉદ્દેશકના નામ તેના મુખ્ય વિષય અથવા આધ વિષયના આધારે છે. (૧) જીગર :- કોણિક રાજાના કુંજર (હાથી)ની ભૂત અને ભાવિ ગતિ વિષયક પ્રશ્ન પ્રારંભમાં હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ કુંજર’ છે. (ર) સંયત - સંયત વિષયક પ્રશ્નોત્તર હોવાથી બીજા ઉદ્દેશકનું નામ “સંયત છે. (૩) સેવિંદ- પ્રથમ પ્રશ્ન શેલેશી અણગાર વિષે હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ “શેલેશી’ છે. (૪) જિરિય:- ક્રિયાવિષયક વિવેચન હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “ક્રિયા છે. (૫) લાખ :- ઈશાનેન્દ્રની સુધર્મા સભાનું પ્રતિપાદન હોવાથી પાંચમાં ઉદ્દેશકનું નામ ઈશાન છે. (૬–૭) પુદ્ધવિ - પૃથ્વીકાયિક જીવોના મારણાંતિક સમુઘાતનું નિરૂપણ હોવાથી છઠા અને સાતમા ઉદ્દેશકનું નામ “પૃથ્વી” છે. (૮–૯) – અપ્લાયિક જીવોના મારણાંતિક સમુદ્યાતનું નિરૂપણ હોવાથી આઠમા અને નવમા ઉદ્દેશકનું નામ “ઉદક” છે. (૧૦-૧૧) વાયુ- વાયુકાયિક જીવોના મારણાંતિક સમુઘાતનું કથન હોવાથી દશમા અને અગિયારમાં ઉદ્દેશકનું નામ ‘વાયું છે. (૧૨) વિર :- એકેન્દ્રિય જીવોના આહારાદિ વિષયક પ્રરૂપણા હોવાથી બારમા ઉદ્દેશકનું નામ
એકેન્દ્રિય” છે. (૧૩થી ૧૭)ના સુવા વિષ્ણુ વાડા -નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, વાયુકુમાર