________________
શ્રી ભગવતી સન્ન-૪
જ
અહીં નિસંયોગીમાં એક પ્રદેશનો પ્રથમ ભંગ થતો નથી. કારણ કે કોઈ પણ જીવનો એક પ્રદેશ ક્યાંય હોતો નથી. એક પ્રદેશ હોય ત્યાં અવશ્ય અસંખ્ય પ્રદેશ હોય છે. તેથી બેઇન્દ્રિયનો એક પ્રદેશવાળો ભંગ થતો નથી. તે જ રીતે તેઇન્દ્રિય ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં સમજવું. અનિન્દ્રિય જીવ કેવળી સમુદ્ધાત અવસ્થામાં પૂર્વી ચરમાંતમાં હોય ત્યારે સમસ્ત પૂર્વી ચરમાંતોમાં મળીને અનિન્દ્રિયના પણ અનેક પ્રદેશ જ હોય છે. તેનો પણ એક પ્રદેશ કયારે ય હોતો નથી. તેથી તેનાદિ સંયોગી ભંગોમાં પણ પ્રથમનો ભંગ થતો નથી.
૩૧૪
આ રીતે અસંયોગી એક ભંગ + દિસંયોગી ૫×૨-૧૦ ભંગ = ૧૧ ભંગ થાય છે. પૂર્વચરમાામાં અજીવના ૧૦ ભેદઃ– (૧) ધર્માસ્તિકાય દેશ (૨) ધર્માસ્તિકાય પ્રદેશ (૩) અધર્માસ્તિકાય દેશ (૪) અધર્માસ્તિકાય પ્રદેશ (૫) આકાશાસ્તિકાય દેશ (૬) આકાશાસ્તિકાય પ્રદેશ. અહ્રાસમય-કાલનો ત્યાં અભાવ છે, કારણ કે લોકનો પૂર્વી ચરમાંત અઢીદ્વીપની બહાર જ હોય છે અને અઢીદ્વીપની બહાર કાલ નથી. (૭–૧૦) રૂપી અજીવ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચાર ભેદ હોય છે. આરીતે અજીવ દ્રવ્યના કુલ ૧૦ ભેદ હોય છે.
શેષ ત્રણ દિશાના ચરમાંતમાં ઃ- પૂર્વ દિશાના ચરમાન્તની જેમ દક્ષિણ દિશા, પશ્ચિમદિશા અને ઉત્તરદિશાના ચરમાનમાં પણ જીવ નથી. જીવદેશના ૧૫ ભંગ અને જીવ પ્રદેશના ૧૧ ભંગ હોય છે.
ઉપરિમ ચરમાન્તમાં જીવ દેશના ભંગ-૯ :– એકેન્દ્રિય જીવો સર્વ લોકાન્ત પર્યંત છે અને ઉપરિમ ચરમાન્તમાં સિદ્ધના આત્મપ્રદેશો પણ અવશ્ય હોય છે. તેથી અસંયોગી ભંગ થતો નથી. દ્વિસંયોગી એક ભંગ થાય છે. યથા– (૧) એકેન્દ્રિયોના બહુ દેશ અને અનિન્દ્રિયોના બહુ દેશ.
ત્રિસંયોગી બે-બે ભંગ– (૧) એકેન્દ્રિયોના બહુદેશ, અનિન્દ્રિયોના બહુદેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ. (૨) એકેન્દ્રિયોના બહુ દેશ, અનિન્દ્રિયના બહુ દેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ દેશ. ઉપરિમ ચરમાંતમાં મધ્યમ ભંગ એટલે એક બેઇન્દ્રિયના બહુદેશવાળો ભંગ ઘટિત થતો નથી. પૂર્વ ચરમાન્તની જેમ એક જીવના અનેક દેશ સંભવિત નથી કારણ કે ત્યાં પ્રદેશની હાનિવૃદ્ધિથી થનારા લોક દંતક(વિષમ ભાગ) નથી. ઉપરિમ લોક ચરમાંત એક પ્રતરરૂપ સમભાગ જ છે. તેથી ત્યાં એક જીવના અનેક પ્રદેશ મળીને પણ એક જ દેશ થાય છે, અનેક દેશ થતા નથી. તેથી મધ્યમ ભંગ ઘટિત થતો નથી.
આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય સાથે ત્રિસંયોગી બે-બે ભંગ થતા ૪×૨=૮ ભંગ ચાય છે. આ રીતે હિસંયોગી એક ભંગ+ ત્રિસંયોગીના ૮ ભંગ,(૮+૧)-૯ ભંગ થાય છે. ઉપરિમ ચરમાન્તમાં જીવ પ્રદેશના ભંગ-૯ :- (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ અને અનિન્દ્રિયોના બહુ પ્રદેશ. આ દિસંયોગીનો એક ભંગ થાય છે.
ત્રિસંયોગી બે-બે ભંગ– (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ, અનિન્દ્રિયના બહુ પ્રદેશ અને એક બેઇન્દ્રિયના બહુ પ્રદેશ. (૨) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ, અનિન્દ્રિયોના બહુ પ્રદેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ પ્રદેશ.
આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય સાથે ત્રિસંયોગી બે-બે ભંગની ગણના કરતાં ૪૪૨-૮ ભંગ થાય, દ્વિસંયોગી ૧ ભંગ + ત્રિસંયોગી ૮ ભંગ = કુલ નવ ભંગ થાય છે. ઉપરિમ ચરમાનમાં પૂર્વ ચરમાન્તની જેમ અજીવ દ્રવ્યના ૧૦ ભેદ હોય છે.
અધસ્તન ચરમાનમાં જીવ દેશનાભંગ-૧૧ઃ- અર્ધસ્તન ચરમાનમાં એકેન્દ્રિય જીવોના દેશ અને પ્રદેશો