________________
શતક–૧૬ : ઉદ્દેશક−૮
૩૧૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લોકના અધસ્તન-નીચેના ચરમાન્તમાં જીવ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં જીવ નથી, જીવના દેશ છે, જીવના પ્રદેશ છે, અજીવ છે, અજીવ દેશ છે અને અજીવ-પ્રદેશ છે. જે જીવ દેશ છે, તે (૧) અવશ્ય એકેન્દ્રિયોના દેશ છે અથવા (૨) એકેન્દ્રિયોના દેશ અને એક બેઇન્દ્રિયનો દેશ છે અથવા (૩) એકેન્દ્રિયોના દેશ અને અનેક બેઇન્દ્રિયોના દેશ છે. આ રીતે વચ્ચેના એક ભંગને છોડીને શેષ બે ભંગનું કથન કરવું જોઈએ. આ રીતે અનિન્દ્રિયો સુધી કહેવું જોઈએ. પ્રદેશોના વિષયમાં સંપૂર્ણ કથન પૂર્વી ચરમાન્તના જીવ પ્રદેશના કથન અનુસાર પ્રથમ ભંગ છોડીને કરવું જોઈએ. અજીવોના વિષયમાં સંપૂર્ણ કથન ઉપરિમ ચરમાત્તની સમાન કરવું જોઈએ.
વિવેચન :
પૂર્વ ચરમાન્તમાં જીવદેશના ભંગ-૧૫ :– (૧) કોઈ પણ ચરમાંત એક પ્રદેશના પ્રતર રૂપ હોય છે. તેથી ત્યાં અસંખ્યપ્રદેશાવગાહી જીવનો સદ્ભાવ નથી. પરંતુ એક આકાશ પ્રદેશ પર જીવના દેશ અને પ્રદેશો હોઈ શકે છે. જ્યારે જીવના બહુદેશ હોય તો તે અવશ્ય એકેન્દ્રિય જીવોના હોય છે. તે એકેન્દ્રિય જીવોના બહુદેશરૂપ અસંયોગી પ્રથમ વિકલ્પ(ભંગ) થાય છે.
તિસંયોગી ત્રણ-ત્રણ ભંગ– (૧) એકેન્દ્રિયોના બહુદેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ. લોકના ચરમાન્તમાં બેઇન્દ્રિય જીવ નથી. તેમ છતાં કયારેક એકાદ બેઇન્દ્રિય જીવ મારણાન્તિક સમુદ્ઘાત કરીને લોકના ચરમાનભાગમાં ઉત્પન્ન થવા માટે ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય અને જ્યારે તે બેઇન્દ્રિયનો એક દેશ ત્યાં હોય ત્યારે પ્રથમ ભંગ ઘટે છે.
(૨) એકેન્દ્રિયોના બહુદેશ અને એક બેઇન્દ્રિયના બહુ દેશ. જ્યારે એક બેઇન્દ્રિય જીવના બહુ દેશ ત્યાં ચરમાંતમાં હોય ત્યારે બીજો ભંગ બને છે.
(૩) એકેન્દ્રિયોના બહુદેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ દેશ. જ્યારે એક સાથે અનેક બેઇન્દ્રિય જીવ મારણાંતિક સમુદ્દાત દ્વારા લોકાંતમાં ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય ત્યારે આ હિંસંયોગીનો ત્રીજો ભંગ બને છે. આ રીતે તૈઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના દેશ સાથે નિસંયોગીના ત્રણ ત્રણ ભંગ થાય છે.
અનિન્દ્રિય જીવો સાથેના દ્વિસંયોગીના ઉપરોક્ત ત્રણ ભંગમાંથી પ્રથમ ભંગ થતો નથી. શેષ બે ભંગ જ થાય છે. કારણ કે લોકના પૂર્વી ચરમાન્ત પ્રદેશ દંતક દાંતોની સમાન વિષમ છે. અર્થાત્ તે પ્રદેશો હાનિ-વૃદ્ધિ સહિત છે. તેથી કેવળી સમુદ્ધાતની કપાટ વગેરે અવસ્થામાં ત્યાં અનિન્દ્રિયના બહુ દેશ જ હોય છે, એક દેશ હોતો નથી. તેથી અનિન્દ્રિય જીવોમાં દિસંયોગી એક જીવના એક દેશવાળા પ્રથમભંગને છોડીને બે ભંગ થાય છે.
આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય સાથે ત્રણ-ત્રણ ભંગ (૪×૩=૧૨) અને અનિન્દ્રિય સાથે પ્રથમ ભંગને છોડીને બે ભંગ કરતા દ્વિસંયોગી ૧૪ ભંગ + અસંયોગી એક ભંગ = ૧૫ ભંગ થાય છે. પૂર્વ ચરમાન્તમાં જીવ પ્રદેશના ભંગ-૧૧ :– (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ, આ અસંયોગીનો એક ભંગ થાય છે.
દ્વિસંયોગીના બે-બે ભંગ– (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ અને એક બેઇન્દ્રિયના બહુ પ્રદેશ (૨) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ પ્રદેશ. આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિયના બે-બે ભંગ થતાં ૫×૨-૧૦ ભંગ થાય છે.