________________
| શતક–૧૬: ઉદ્દેશક-૮
[ ૩૧૧]
શતક-૧૬: ઉદ્દેશક-૮
લોક
લોકનું પરિમાણ:| १ के महालए णं भंते ! लोए पण्णत्ते?
गोयमा ! महइमहालए । एवं जहा बारसमसए तहेव जावअसंखेज्जाओ जोयणकोडाकोडीओ परिक्खेवेणं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લોક કેટલો મોટો છે?
ઉત્તર- હે ગૌતમ! લોક અત્યંત મોટો છે. તેની વક્તવ્યતા શતક-૧૨/૭ અનુસાર જાણવી યાવતુ તે લોકનો પરિક્ષેપ(પરિધિ-ઘેરાવો) અસંખ્યય કોટાકોટિ યોજન છે. લોકના ચરમાન્ડમાં જીવાજીવનું અસ્તિત્વ:
२ लोयस्सणं भंते ! पुरथिमिल्ले चरिमंते किंजीवा,जीवदेसा,जीवपएसा; अजीवा, अजीवदेसा, अजीवपएसा?
गोयमा ! णो जीवा, जीवदेसा वि, जीवपएसा वि; अजीवा वि, अजीवदेसा वि, अजीवपएसा वि । जे जीवदेसा ते णियम एगिदियदेसा य, अहवा एगिदियदेसा य बेइंदियस्स य देसे एवं जहा दसमसए अग्गेयी दिसा तहेव, णवरं देसेसु अणिदियाणं आइल्लविरहिओ। जे अरूवी अजीवा ते छव्विहा, अद्धासमयो णत्थि । सेसंतंचेव णिरवसेस। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લોકના પૂર્વ ચરમાત્તમાં શું જીવ છે, જીવના દેશ છે કે જીવ પ્રદેશ છે; અજીવ છે, અજીવદેશ છે કે અજીવ પ્રદેશ છે?
ઉત્તર- હે ગૌતમ! ત્યાં જીવ નથી પરંતુ જીવના દેશ છે, જીવના પ્રદેશ છે; અજીવ છે, અજીવના દેશ છે અને અજીવના પ્રદેશ પણ છે. જે જીવના દેશ છે, તે અવશ્ય એકેન્દ્રિય જીવોના દેશ છે અથવા એકેન્દ્રિય જીવોના દેશ અને એક બેઇન્દ્રિય જીવનો એક દેશ છે. ઇત્યાદિ શતક-૧૦/૧ માં કથિત આગ્નેયી દિશાની વકતવ્યતા અનુસાર જાણવું જોઈએ. વિશેષતા એ છે કે દેશના વિષયમાં અનિદ્રિયોના સંબંધમાં પ્રથમ ભંગ ન કહેવો જોઈએ, તથા ત્યાં જે અરૂપી અજીવ છે, તેના છ પ્રકાર કહ્યા છે કારણ કે ત્યાં અદ્ધાસમય નથી. શેષ સર્વ પૂર્વવત્ જાણવું જોઈએ. |३ लोगस्स णं भंते ! दाहिणिल्ले चरिमंते किं जीवा, पुच्छा? गोयमा ! एवं चेव