________________
૩૧૦
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૬: ઉદ્દેશક-૮ જેજેજેજે સંક્ષિપ્ત સાર
જ
* આ ઉદ્દેશકમાં છ દિશાના ચરમાન્તમાં અને સાત નરક પૃથ્વી, ૧૨ દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તરવિમાન, ઈષ~ામ્ભારા પૃથ્વી, ઊર્ધ્વલોકાંત અને અધોલોકાંત આદિક્ષેત્રોના ચરમતમાં જીવાજીવના અસ્તિત્વનું કથન, પરમાણુનું ગમન સામર્થ્ય, દેવોનું અલોકમાં જવાનું અસામર્થ્ય વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * લોકના કોઈ પણ ચરમાન્તમાં જીવદ્રવ્ય નથી. કારણ કે અસંખ્યાત પ્રદેશમાં અવગાહના કરવાનો જીવનો સ્વભાવ છે. તેથી જીવ દ્રવ્ય ચરમાન્તના એક પ્રદેશમાં રહી શકતો નથી પરંતુ અરમાન્ત પ્રદેશમાં જીવ દેશ અને જીવ પ્રદેશ હોય શકે છે. એકેન્દ્રિય જીવો આખા લોકમાં વ્યાપ્ત છે. તેથી લોકના કોઈ પણ ચરમાન્તમાં એકેન્દ્રિયોના દેશ અને પ્રદેશ અવશ્ય હોય છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવો મારણાંતિક સમુદ્દઘાત કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશમાં બેઇન્દ્રિયાદિ જીવોના દેશ અને પ્રદેશ હોય શકે છે અને કેવળી સમુદ્દઘાત સમયે કેવળી ભગવાન પોતાના આત્મપ્રદેશોને સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત કરે છે, તે અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશમાં અનિષ્ક્રિય જીવના દેશ અને પ્રદેશ પણ હોય શકે છે. તેમજ ઊર્ધ્વલોકાંતમાં સિદ્ધોના આત્મપ્રદેશ પણ અવશ્ય હોય છે. તેથી ત્યાં અનિન્દ્રિયના દેશ અને પ્રદેશ અવશ્ય હોય છે. આ રીતે જે જે સ્થાનમાં જે જે જીવોની સંભાવના હોય ત્યાં તે તે જીવોના દેશ અથવા પ્રદેશ હોય છે. તેના યથાયોગ્ય અસંયોગી, દ્રિકસંયોગી કે ત્રિકસંયોગી વિવિધ વિકલ્પો સંભવે છે. તે સુત્રના વિવેચન અનુસાર જાણવા. * ચરમાન્તમાં અજીવ દ્રવ્ય-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્ય લોક વ્યાપી છે અને આકાશાસ્તિકાય દ્રવ્ય લોકાલોક વ્યાપી છે. તેથી કોઈ પણ ચરમાન્તમાં ધર્માસ્તિકાયાદિ સંપૂર્ણ દ્રવ્ય હોતા નથી. તેના દેશ અને પ્રદેશ ચરમતમાં હોય છે. તેમજ અદ્ધાસમય કાલ અઢીદ્વીપમાં જ હોવાથી તે પણ ચરમાન્ત ભાગમાં હોતો નથી. આ રીતે અરૂપી અજીવના છ ભેદ લોકાંતમાં હોય છે અને રૂપી અજીવ પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ તે ચારે ય ભેદ હોય છે. આ રીતે લોકાંતમાં કુલ અજીવ દ્રવ્યના ૧૦ ભેદ પ્રાપ્ત થાય છે.
રત્નપ્રભા પૃથ્વીના ઊર્ધ્વ ચરમાન્તમાં કાલ દ્રવ્ય હોય છે કારણ કે તે ક્ષેત્ર અઢીદ્વીપમાં જ આવે છે. * એક સમયમાં પરમાણુ લોકના એક ચરમાન્તથી બીજા ચરમાન્ત સુધી ગતિ કરી શકે છે. તેવો તેનો ગમન સ્વભાવ અને સામર્થ્ય છે. * વરસાદની જાણકારી મેળવવા હાથ, પગ આદિને પ્રસારિત કરનારને પાંચ ક્રિયા લાગે છે. કારણ કે તે ક્રિયામાં અષ્કાયના જીવોની વિરાધનાની સંભાવના રહે છે. જો જીવોની વિરાધના થાય તો પાંચ ક્રિયા લાગે તેમ છે અને કયારેક વરસાદ પૂર્ણ બંધ થઈ ગયો હોય તો અપ્લાયનો સ્પર્શ ન થતાં પાંચ ક્રિયા લાગતી નથી. * કોઈ મહદ્ધિક દેવ લોકાંતમાં બેસીને અલોકમાં પોતાના હાથાદિને પ્રસારિત કરી શકતા નથી. કારણ કે અલોકમાં ધર્માસ્તિકાય નથી. તેથી ત્યાં જીવ કે પુદગલની ગતિ થતી નથી.