________________
શતક–૧૬: ઉદ્દેશક-૭
_.
૩૦૯
શતક-૧૬ઃ ઉદ્દેશક-,
ઉપયોગ
ઉપયોગના ભેદ - | १ कइविहे णं भंते ! उवओगे पण्णत्ते?
गोयमा !दुविहे उवओगेपण्णत्ते। एवंजहा उवओगपदंपण्णवणाएतहेव णिरवसेसं भाणियव्वं । एवंपासणयापदंचणिरवसेसंणेयव्वं । सेवभते !सेवं भते !॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપયોગના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ઉપયોગના બે પ્રકાર છે, વગેરે સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ર૯મા ઉપયોગ પદ પ્રમાણે જાણવું. તે જ રીતે અહીં પ્રજ્ઞાપના સૂત્રના ૩૦માં પશ્યતા પદ પ્રમાણે પશ્યતાનું સંપૂર્ણ વર્ણન પણ જાણવું. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના ર૯-૩૦ બે પદના અતિદેશપૂર્વક ૧૨ ઉપયોગ અને નવ પ્રકારના પશ્યતાના વર્ણનનું સૂચન છે. ઉપયોગ :- ચેતના શક્તિના વ્યાપારને ઉપયોગ કહે છે, તેના બે ભેદ છે. સાકારોપયોગ અને અનાકારોપયોગ. સાકારોપયોગના આઠ ભેદ છે. યથા- પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. અનાકારોપયોગના ચાર ભેદ છે. યથા- ચક્ષુદર્શન આદિ. પાસાયા:-પશ્યતા. પરત ભાવપશ્યતા, અષ્ટપ્રેક્ષ પશ્યતા! ઉત્કૃષ્ટબોધના પરિણામને 'પશ્યતા' કહે છે. તેના બે ભેદ છે– સાકાર પશ્યતા અને અનાકાર પશ્યતા. સાકાર પશ્યતાના છ ભેદ છે. મતિજ્ઞાન અને મતિ અજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને બે અજ્ઞાન, તેમ છ ભેદ થાય છે. અનાકાર પશ્યતાના ત્રણ ભેદ છે. અચક્ષુદર્શનને છોડીને ત્રણ દર્શન. ઉપયોગ અને પશ્યતામાં અંતર - જો કે ઉપયોગ અને પશ્યતા સાકાર અને અનાકારના ભેદથી તુલ્ય છે, તેમ છતાં વર્તમાનકાલિક કે વૈકાલિક સ્પષ્ટ કે અસ્પષ્ટ બોધ તે ઉપયોગ છે અને સૈકાલિક સ્પષ્ટ બોધને પશ્યતા કહે છે.
બાર ઉપયોગમાંથી પશ્યતામાં ત્રણ ઉપયોગ હોતા નથી. (૧-૨) મતિજ્ઞાન અને મતિ અજ્ઞાનઆ બંને ઉપયોગ વર્તમાન કાલિક છે. જ્યારે પશ્યતા ત્રણે ય કાલને વિષય કરનાર છે. માટે મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન સાકારોપયોગ પશ્યતાના ભેદોમાં નથી. (૩) ચક્ષુદર્શનથી શીઘ્ર અને સ્પષ્ટ બોધ થાય છે. તેની અપેક્ષાએ અચક્ષુદર્શનથી થતો ઉપયોગ અસ્પષ્ટ હોય છે. આ કારણે અચક્ષુદર્શન અનાકારોપયોગ પણ પશ્યતામાં નથી.
છે શતક ૧૬/ સંપૂર્ણ