________________
३०८
શ્રી ભગવતી સૂત્ર–૪
जाव ठाणाओ वा ठाणं संकामिज्जमाणाणं किं कोट्ठे वाइ जाव केयई वाइ ?
गोयमा ! णो कोट्ठे वाइ जाव णो केयई वाइ, घाणसहगया पोग्गला वाइ । ॥ सेवं મતે ! સેવ મતે ! ॥
-
શબ્દાર્થ:- મિામાબાળ-ખોલતાં જોકપુડાળ= સુંગધિદ્રવ્યની પડિ, સુંગધિ દ્રવ્યનો ડબ્બો. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ સુંગધી દ્રવ્યની પડીને યાવત્ કેવડાની પડીને ખોલી રહ્યો હોય અથવા યાવત્ એક સ્થાનેથી બીજે સ્થાને લઈને જઈ રહ્યો હોય અને અનુકૂલ હવા વહેતી હોય, તો શું કોષ્ઠ દ્રવ્ય(ગંધ દ્રવ્ય) વહે છે, ફેલાય છે કે યાવત્ કેતકીની પડી વાયુમાં વહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કોષ્ઠપુટ યાવત્ કેતકી પુટ વાયુમાં વહેતા નથી પરંતુ ઘ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થનારા ગંધના પુદ્ગલ વહે છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
|| શતક ૧૬/૬ સંપૂર્ણ ॥