________________
શતક–૧૬: ઉદ્દેશક-૬
૩૦૭ |
ओगाहइ, ओगाढमिति अप्पाणं मण्णइतक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जाव अत करेइ । ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે મહાન પુષ્પિત થયેલું પધસરોવર જુએ અને તેમાં પ્રવેશ કરે તથા “મેં તેમાં પ્રવેશ કર્યો છે, તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જે શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
२९ इत्थी वा पुरिसेवा सुविणंते एगंमहं सागरं उम्मीवीयी-सहस्सकलियंपासमाणे पासइ,तरमाणे तरइ, तिण्णमिति अप्पाणंमण्णइ,तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जावअंत करेइ। ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે મોજાઓ અને લહેરોથી વ્યાપ્ત મહાસાગરને જુએ અને તેને તરી જાય તથા “હું તેને તરી ગયો છું,' તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જે શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ३० इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं भवणं सव्वरयणामयं पासमाणे पासइ, अणुप्पविसमाणे अणुप्पविसइ, अणुप्पविट्ठमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जाव अंत करेइ । ભાવાર્થ:- કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે સર્વ રત્નમય ભવન જુએ અને તેમાં પ્રવેશ કરે તથા મેં તેમાં પ્રવેશ કર્યો છે, તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જે શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ३१ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं विमाणं सव्वरयणामयं पासमाणे पासइ, दुरूहमाणे दुरूहइ, दुरूढमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्हणेणं जाव अत करेइ । ભાવાર્થ :- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન સર્વરત્નમય વિમાન જુએ અને તે તેના પર ચઢે તથા હું તેના પર ચઢી ગયો છું,’ એ પ્રકારે અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જે શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. વિવેચનઃ
પૂર્વોક્ત ૧૪ સૂત્રોમાં મોક્ષ ફલદાયક ચૌદ સ્વપ્નોનો સંકેત કર્યો છે. તેમાં (૧) લોહરાશિ આદિને તથા (૨) મદિરાકુંભ આદિને જોનાર વ્યક્તિ બીજા ભવમાં અર્થાત્ વચ્ચે એક દેવનો ભવ કરી તે પછીના મનુષ્ય ભવમાં મોક્ષે જાય છે. શેષ બાર સૂત્રોમાં કથિત પદાર્થોને જોનાર પુરુષ તે જ ભવમાં મોક્ષે જાય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. ગંધના પુગલની ગતિમાનતા:३२ अह भंते ! कोटुपुडाण वा जावकेयइपुडाण वा अणुवायसि उब्भिज्जमाणाण वा