________________
[ ૩૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ जाव अंतं करेइ । ભાવાર્થ :- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન હિરણ્યરાશિ, સુવર્ણરાશિ, રત્નરાશિ અને વજ રાશિ જુએ અને તેના પર ચઢે તથા પોતાને તેના પર ચઢેલો માને. આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગૃત થાય, તો તે(વ્યક્તિ) તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. २४ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं तणरासिं वा जहा तेयणिसग्गे जाव अवकररासिं वा पासमाणे पासइ, विक्खिरमाणे विक्खिरइ, विक्खिणमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जाव अत करेइ । ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે એક મહાન તૃણરાશિ યાવત્ કચરાની રાશિ જુએ અને તે વિખેરી નાંખે તથા મેં વિખેરી નાંખી છે, તેમ માને; આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. [અહીં અનેક પ્રકારની રાશિ(ઢ ગલા)ના નામ માટે શતક-૧૫ તેજોનિસર્ગ(ગોશાલકના) વર્ણનનું સૂચન છે.] २५ इत्थी वा पुरिसे वा सुविणते एगं महं सरथंभंवा वीरणथंभंवा वंसीमूलथंभंवा वल्लीमूलथंभवा पासमाणे पासइ, उम्मूलेमाणे उम्मूलेइ, उम्मूलियमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जाव अत करेइ । ભાવાર્થ:- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન સર-સ્તંભ, વીરણ-સ્તંભ, વાંસનામૂલનો સ્તંભ અને વલ્લિમૂલ- વેલના મૂળના સ્તંભને જુએ અને તેને જડમૂળથી ઉખેડીને ફેંકી દે તથા “મેં તેને ઉખેડીને ફેંકી દીધો છે,” તેમ અનુભવે. આ પ્રકારના સ્વપ્નને જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ મનમાં સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુ:ખનો અંત કરે છે. २६ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं खीरकुंभंवा दधिकुंभ वा घयकुंभंवा महुकुंभंवा पासमाणे पासइ, उप्पाडेमाणे उप्पाडेइ, उप्पाडियमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेण जाव अतं करेइ। ભાવાર્થ:- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન ક્ષીર-કુંભ, દહીંનો કુંભ, ઘીનો કુંભ અને મધનો કુંભ જુએ અને તેને ઉપાડે તથા “મેં તેને ઉપાયો,” તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં મોક્ષે જાય છે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે. २७ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं सुरावियडकुंभंवा सोवीरवियडकुंभंवा तेल्लकुंभंवा वसाकुंभंवा पासमाणे पासइ, भिंदमाणे भिंदइ, भिण्णमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, दोच्चेणं भवग्गहणेणं जाव अंतं करेइ । ભાવાર્થ:- કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મદિરાનો મોટો કુંભ, સૌવીર(કાંજી)નો કુંભ, તેલકુંભ, ચરબીનો કુંભ જુએ અને તેને ફોડી નાખે, તથા “મેં તેને ફોડી નાંખ્યો, તેમ અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જાગૃત થાય, તો તે બીજા ભવમાં મોક્ષે જાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. २८ इत्थी वा पुरिसेवा सुविणते एगंमहंपउमसस्कुसुमियंपासमाणे पासइ, ओगाहमाणे