________________
શતક–૧૬: ઉદ્દેશક-૬
૩૦૫ |
પંક્તિ જુએ અને તેના પર ચઢે, તથા પોતાને તેના પર ચઢેલો અનુભવે. આ પ્રકારના સ્વપ્નને જોઈ તરત જ જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. १९ इत्थी वा पुरिसेवा सुविणंते एगं महं दामिणि पाईणपडिणायए दुहओ समुद्दे पुढे पासमाणे पासइ, संवेल्लेमाणे संवेल्लेइ, संवेल्लियमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं जावअंत करेइ । શબ્દાર્થ:-વામિ= રસ્સી તવેને હાથથી સમેટે, ભેગી કરે. ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે સમુદ્રના પૂર્વથી પશ્ચિમ કિનારા સુધી વિસ્તૃત એક મોટી દોરીને જુએ અને તેને પોતાના હાથે સમેટે, પછી અનુભવ કરે કે “મેં દોરીને સમેટી લીધી છે,” આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીધ્ર જાગૃત થાય તો, તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. २० इत्थी वा पुरिसे वा एगं महं रज्जुंपाईणपडिणायतंदुहओ लोगते पुढे पासमाणे पासइ, छिंदमाणे छिदइ, छिण्णमिति अप्पाणं मण्णइ, तक्खणामेव जाव अंत करेइ । ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે બંને તરફ લોકાત્તે સ્પર્શેલું તથા પૂર્વ-પશ્ચિમ લાંબુ એક મોટું દોરડું જુએ અને તેને કાપી નાંખે તથા પોતે કાપી નાખ્યું છે તેવું અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. २१ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं किण्हसुत्तगंवा जावसुक्किलसुत्तगंवा पासमाणे पासइ, उग्गोवेमाणे उग्गोवेइ, उग्गोवियमिति अप्पाणं मण्णइ,तक्खणामेव जाव अंतं करेइ। શબ્દાર્થ:-૩ોવે ગૂંચ ઉકેલવી. ભાવાર્થ :- કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે એક મહાન કાળા સૂતરના યાવતું શ્વેત સૂતરના ગૂંચવાયેલા દડાની ગૂંચને ઉકેલે અને મેં તેની ગૂંચ કાઢી, તે પ્રમાણે અનુભવે. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જાગૃત થાય, તો તે વ્યક્તિ તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. २२ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं अयरासिं वा तंबरासिं वा तउयरासिं वा सीसगरासिवापासमाणेपासइ,दुरूहमाणेदुरूहइ, दुरूढमिति अप्पाणमण्णइ,तक्खणामेव बुज्झइ, दोच्चे भवग्गहणे सिज्झइ जाव अत करेइ ।। ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નના અંતે એક મહાન લોખંડનો ઢગલો, તાંબાનો ઢગલો, કથીરનો ઢગલો અને શીશાનો ઢગલો જુએ અને તેના પર ચઢે તથા પોતાને તેના પર ચઢેલો અનુભવે. આ પ્રકારના સ્વપ્નને જોઈને શીધ્ર જાગૃત થાય, તો તે બીજા ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વદુઃખોનો અંત કરે છે. २३ इत्थी वा पुरिसे वा सुविणंते एगंमहं हिरण्णरासिंवा सुवण्णरासिं वारयणरासिं वा वइररासिंवा पासमाणे पासइ, दुरूहमाणे दुरूहइ, दुरूढमिति अप्पाण मण्णइ,