________________
| ૩૦૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૨) બીજા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક મહાન, શ્વેત પાંખવાળા પુસ્કોકિલને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શુક્લધ્યાન પ્રાપ્ત કરીને વિચર્યા. (૩) ત્રીજા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક મહાન ચિત્ર-વિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વિચિત્ર એટલે સ્વસમય અને પરસમયના વિવિધ વિચાર યુક્ત દ્વાદશાંગ ગણિપિટકનું(બાર અંગસૂત્રોનું) કથન કર્યું, વિશેષ કથન કર્યું, પ્રરૂપિત કર્યું, બતાવ્યું, નિદર્શન કર્યું, ઉપદર્શન કર્યું. યથા– આચારાંગ, સૂયગડાંગ યાવત્ દષ્ટિવાદ. (૪) ચોથા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક મહાન સર્વરત્નમય માળા યુગલને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બે પ્રકારનો ધર્મ કહ્યો. યથા- આગાર ધર્મ અને અણગાર ધર્મ. (૫) પાંચમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્વેતવર્ણના, એક મહાન ગોવર્ગને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો ચાર પ્રકારનો સંઘ થયો, યથા- સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. (૬) છઠ્ઠા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એક પુષ્પિત થયેલું વિશાળ પાસરોવર જોયું તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવોનું કથન કર્યું. (૭) સાતમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ હજારો મોજાઓ અને લહેરોથી વ્યાપ્ત એક મહાસાગરને પોતાની ભૂજાઓથી તરતા જોયો; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસાર કાન્તાર(અટવી)ને પાર કરી ગયા. (૮) આઠમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, તેજથી જાજ્વલ્યમાન એક મહાન સૂર્યને જોઈને જાગૃત થયા; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને અનંત, અનુત્તર, નિરાવરણ, નિર્વાઘાત, સમગ્ર અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું. (૯) નવમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એક મહાન માનુષોત્તર પર્વતને નીલ વૈર્ય મણિની સમાન પોતાના આંતરડાથી ચારે તરફ વીંટળાયેલો જોયો; તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની વિશાળ કીર્તિ, સ્તુતિ, સન્માન અને યશ દેવલોક, મનુષ્યલોક અને અસુરલોકમાં વ્યાપ્ત થયો. (૧૦) દશમા સ્વપ્નમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મેરુ પર્વતની ચૂલિકા પર સ્થિત સિંહાસન પર પોતાને બેઠેલા જોયા તેનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાની થઈને દેવ, મનુષ્ય અને અસુરોથી યુક્ત પરિષદમાં કેવળીપ્રરૂપિત ધર્મનું કથન કર્યું. યાવત્ તત્ત્વોને સ્પષ્ટ રીતે સમજાવ્યા. મોક્ષ ફળદાયક સ્વપ્ન:१८ इत्थी वा पुरिसेवा सुविणंते एगंमहं हयपतिं वागयपतिं वा जाववसभपतिं वा पासमाणे पासइ, दुरुहमाणे दुरुहइ, दुरूढमिति अप्पाणं मण्णइ, तक्खणामेव बुज्जइ, तेणेव भवग्गहणेणं सिज्झइ जाव अंत करेइ । ભાવાર્થ - કોઈ સ્ત્રી અથવા પુરુષ, સ્વપ્નના અંતે એક મહાન અશ્વ પંક્તિ, ગજ પંક્તિ યાવત વૃષભ