________________
૩૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભગવાન મહાવીરના દશ સ્વપ્ન:१६ समणेभगवंमहावीरेछउमत्थकालियाए अंतिमराइयसि इमेदसमहासुविणेपासित्ताणं पडिबुद्धे,तंजहा- एगचणं महंघोररूवदित्तधरतालपिसायंसुविणे पराजियंपासित्ताणं पडिबुद्धे । एगंचणंमहंसुक्किलपक्खगंपुंसकोइलंसुविणे पासित्ताणंपडिबुद्धे । एगंच णंमह चित्तविचित्तपक्खगपुंसकोइलगंसुविणे पासित्ताणंपडिबुद्धे। एगचणं महंदामदुगं सव्वरयणामयंसुविणे पासित्ताणंपडिबुद्धे । एगचणंमहंसेयंगोवग्गंसुविणे पासित्ताणं पडिबुद्ध। एगचणंमहंपउमसरंसव्वओसमंताकुसुमियंसुविणे पासित्ताणंपडिबुद्धे । एगं चणमहंसागरंउम्मीवीयीसहस्सकलियंभुयाहिं तिण्णंसुविणे पासित्ताणंपडिबुद्धे । एग च णं महं दिणयरं तेयसा जलतं सुविणे पासित्ता णं पडिबुद्धे । एगं च णं महं हस्वेिरुलियवण्णाभेण णियगेण अतेणंमाणुसुत्तर पव्वयंसव्वओसमता आवेढियपरिवढिय सुविणेपासित्ता णंपडिबुद्धे। एगचणंमहमंदरेपव्वएमंदरचूलियाए उवरिंसीहासणवरगयं अप्पाणं सुविणे पासित्ता णं पडिबुद्धे । શબ્દાર્થ - તાલાયં તાલ વૃક્ષની સમાન લાંબો પિશાચ સુવિત ઉi = સફેદ પાંખવાળા લાલુ = માળા-યુગલ લેન્થત ૩ન્મવીથસહસ્સ-વત્તિયે હજારો મોજાઓ અને લહેરોથી વ્યાપ્ત આજેયિં - આવેષ્ઠિત પરિચિં - પરિવેષ્ઠિત અંતેણ- આતરડાથી રિવેવિMTP - હરિત-નીલ વૈર્ય મણિના વર્ણની સમાન વારેવારૂપે સમાવે= ચાર વર્ણો(ક્ષત્રિયાદિ)થી યુક્ત શ્રમણસંધ, ચતુર્વિઘ સંઘ ૩ પાક નષ્ટ કર્યા જેના = ઉદાર, મહાન, વિશાળ. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પોતાની છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રિમાં આ દશ મહાસ્વપ્નોને જોઈને જાગૃત થયા. યથા- (૧) એક મહાન ભયંકર અને તેજસ્વી રૂપવાળા, તાડવૃક્ષની સમાન ઊંચા પિશાચને પરાજિત કર્યો. આ પ્રકારનું સ્વપ્ન જોઈને જાગૃત થયા. (૨) સ્વપ્નમાં એક મહાન શ્વેત પાંખવાળા પુસ્કોકિલ(નર જાતિના કોયલ)ને જોઈને જાગૃત થયા. (૩) સ્વપ્નમાં એક મહાનચિત્ર-વિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને જોઈને જાગૃત થયા. (૪) સ્વપ્નમાં એક મહાન સર્વરત્નમય માળાયુગલને જોઈને જાગૃત થયા. (૫) સ્વપ્નમાં શ્વેતવર્ણના એક મહાન ગોવર્ગને-ગાયોના સમૂહને જોઈને જાગૃત થયા. (૬) સ્વપ્નમાં ચારે તરફથી પુષ્પિત એક પઘસરોવર જોઈને જાગૃત થયા. (૭) સ્વપ્નમાં હજારો મોજાઓ અને લહેરોથી વ્યાપ્ત એક મહાસાગરને પોતાની ભુજાઓથી તરતા જોઈને જાગૃત થયા. (૮) સ્વપ્નમાં જાજ્વલ્યમાન તેજસ્વી મહાન સૂર્યને જોઈને જાગૃત થયા. (૯) સ્વપ્નમાં મહાન માનુષોત્તર પર્વતને નીલ વૈર્યમણિની સમાન પોતાના આંતરડાથી ચારે તરફ વીંટળાયેલો જોઈને જાગૃત થયા. (૧૦) સ્વપ્નમાં મહાન મેરુપર્વતની ચૂલિકા પર શ્રેષ્ઠ સિંહાસન પર સ્વયંને બેઠેલા જોઈને જાગૃત થયા. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ભગવાન મહાવીરે છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રિએ જોયેલા દશ સ્વપ્નોનું કથન છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે.