________________
શતક–૧૬: ઉદ્દેશક-૬
[ ૩૦૧ |
महासुविणाणं, एवं जहा तित्थयरमायरो जावसिहिं च । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! ચક્રવર્તીનો જીવ જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે ચક્રવર્તીની માતાઓ કેટલા મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ચક્રવર્તીનો જીવ ગર્ભમાં આવે છે, ત્યારે ચક્રવર્તીની માતાઓ પૂર્વોક્ત ત્રીસ મહાસ્વપ્નોમાંથી તીર્થકરની માતાની જેમ ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે. યથા- ગજ યાવતું અગ્નિ . १३ वासुदेवमायरोणंपुच्छा?गोयमा !वासुदेवमायरो वासुदेवस्स गब्भंवक्कममाणसि एएसिं चोद्दसण्हं महासुविणाणं अण्णयरे सत्त महासुविणे पासित्ता णंपडिबुज्झति। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! વાસુદેવની માતાને કેટલા સ્વપ્ન આવે છે? ઉત્તર-હે ગૌતમ! વાસુદેવનો જીવ જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે તેની માતાઓ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ સાત મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે. १४ बलदेवमायरोणंपुच्छा?गोयमा !बलदेवमायरो जावएएसिंचोइसण्हंमहासुविणाणं अण्णयरे चत्तारि महासुविणे पासित्ता ण पडिबुज्झति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બલદેવની માતાને કેટલા સ્વપ્ન આવે છે? ઉત્તર-હે ગૌતમ! બલદેવની માતાઓ, યાવતુ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે. १५ मंडलियमायरोणं भंते ! पुच्छा? गोयमा ! मंडलियमायरो जावएएसिंचोद्दसण्हं महासुविणाणं अण्णयरं एगंमहासुविणं जावपडिबुज्झति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માંડલિક રાજાની માતાને કેટલા સ્વપ્ન આવે છે? ઉત્તર- હે ગૌતમ ! માંડલિક રાજાની માતાઓ યાવતુ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્નને જોઈને જાગૃત થાય છે. વિવેચન :મહાસ્વપ્ન- જે સ્વપ્ન મહાન ફળ, વિશેષ ફળ કે વિલક્ષણ ફળ આપે છે, તેને મહાસ્વપ્ન કહે છે.
તીર્થકર, ચક્રવર્તી આદિ ઉત્તમ પુરુષો જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે તેના આગમનના શુભ સંકેતરૂપ તેની માતાઓ ઉત્તમ સ્વપ્નદર્શન કરે છે. તેમાં તીર્થકરની માતા અને ચક્રવર્તીની માતા ૧૪ સ્વપ્નો જોઈને જાગૃત થાય છે. પ્રસ્તુતમાં ૧૪ સ્વપ્નનું સંક્ષિપ્ત પાઠ છે. શતક ૧૧/૧૧માં મહાબલના વર્ણનમાં ૧૪ સ્વપ્નનું સ્પષ્ટ ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે– (૧) ગજ (૨) વૃષભ (૩) સિંહ (૪) અભિષેક કરેલી લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજા (૯) કુંભ (૧૦) પદ્મસરોવર (૧૧) ક્ષીર સમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) રત્નરાશિ (૧૪) અગ્નિશિખા.
જ્યારે તીર્થકર કે ચક્રવર્તીનો જીવ નરકમાંથી નીકળીને આવે છે ત્યારે તેની માતા બારમા સ્વપ્નમાં ભવન” જુએ છે અને જ્યારે તે જીવ દેવલોકમાંથી આવે છે ત્યારે ‘વિમાન” જુએ છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર અને માંડલિક રાજાની માતા એક ઉત્તમ સ્વપ્નદર્શન કરે છે. તીર્થકરની માતા અત્યંત સ્પષ્ટ અને ચક્રવર્તીની માતા કંઇક અસ્પષ્ટ(ઝાંખા) સ્વપ્ન જુએ છે.