________________
| ૩૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪ |
જીવો સંવૃત્ત પણ છે, અસંવૃત્ત પણ છે અને સંવૃત્તાસંવૃત્ત પણ છે. જે રીતે સુત જીવોનો દંડક(સૂત્રાલાપક) કહ્યો, તે જ રીતે સંવૃત્ત આદિના દંડકનું(સૂત્રસમૂહનું) કથન કરવું જોઈએ. વિશિષ્ટ સ્વપ્નોની સંખ્યા :|८ कइ णं भंते ! सुविणा पण्णत्ता? गोयमा !बायालीसंसुविणा पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! સ્વપ્નના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સ્વપ્નના બેતાલીશ પ્રકાર છે. | ९ कइणं भंते ! महासुविणा पण्णत्ता? गोयमा ! तीसंमहासुविणा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાસ્વપ્નના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!મહાસ્વપ્નના ત્રીસ પ્રકાર છે. |१० कइणं भंते ! सव्वसुविणा पण्णत्ता? गोयमा ! बावत्तरं सव्वसुविणा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ-સ્વપ્નના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સર્વ સ્વપ્નના ૭ર પ્રકાર છે. વિવેચન :
સ્વપ્નના અનેક હજારો, લાખો પ્રકાર થાય છે. તેમ છતાં પ્રસ્તુત સૂત્રોમાં વિશિષ્ટ ફળસૂચક સ્વપ્નોના ૪૨ પ્રકાર, મહત્તમ ફલ સૂચક સ્વપ્નોના ૩૦ પ્રકાર અને બંને મળીને ૭ર પ્રકારના સ્વપ્નો કહ્યા છે. આ ૭૨ની સંખ્યા પણ સાપેક્ષ છે કારણ કે પ્રસ્તુત ઉદ્દેશકમાં જ ભગવાન મહાવીરના દશ સ્વપ્નો અને અન્ય અનેક મોક્ષ પ્રદાયક સ્વપ્નોનું કથન છે, તે આ ૭૨ સ્વપ્નોથી ભિન્ન છે. ઉત્તમ પુરુષોની માતાના સ્વપ્ન:११ तित्थयरमायरो णं भंते ! तित्थयरंसि गब्भं वक्कममाणंसि कइ महासुविणे पासित्ता णं पडिबुज्झति?
गोयमा ! तित्थयरमायरो णं तित्थयरंसि गब्भंवक्कममाणंसि एएसिं तीसाए महासुविणाणं इमे चोद्दस महासुविणे पासित्ता णं पडिबुज्झति,तंजहा- गय उसभसीह जावसिहिं च। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તીર્થકરનો જીવ જ્યારે ગર્ભમાં આવે છે, ત્યારે તીર્થકરની માતાઓ કેટલા મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે?
ઉત્તર– હે ગૌતમ! જ્યારે તીર્થકરનો જીવ ગર્ભમાં આવે છે, ત્યારે તીર્થકરની માતાઓ ઉપરોક્ત ત્રીસ મહાસ્વપ્નોમાંથી ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગૃત થાય છે. યથા– ગજ, વૃષભ, સિંહ યાવત અગ્નિ. १२ चक्कवट्टिमायरोणं भंते ! चक्कवट्टिसिगभंवक्कममाणंसि कइ महासुविणे पासित्ता णं पडिबुज्झति?
गोयमा ! चक्कवट्टिमायरो चक्कवट्टिसि गब्भं वक्कममाणंसि एएसिंतीसाए