________________
શતક–૧૬: ઉદ્દેશક
૨૯૯]
સુત અને જાગૃતના બે-બે પ્રકાર છે– દ્રવ્યથી અને ભાવથી. નિદ્રાધીન થવું તે દ્રવ્યથી સુણાવસ્થા છે અને વિરતિ-રહિત અવસ્થા તે ભાવથી સુપ્ત છે. જે જીવો અવિરત છે તે જીવો ભાવથી સુપ્ત છે. જે જીવો દેશવિરત છે તે ભાવથી સપ્ત-જાગૃત છે અને જે જીવો સર્વવિરત છે તે ભાવથી જાગૃત છે.
જીવોમાં– (૧) સમુચ્ચય જીવમાં અને મનુષ્યોમાં ત્રણે ય અવસ્થા હોય છે, (૨) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં સુપ્ત અને સુખ-જાગૃત તે બે અવસ્થા હોય છે, (૩) શેષ રર દંડકના જીવોમાં અવિરત હોવાથી માત્ર એક ભાવ સુપ્ત અવસ્થા જ હોય છે. સંવૃત્ત અસંવૃત્તમાં સ્વપ્નદર્શન - |६ संवुडे णं भंते ! सुविणं पासइ, असंवुड़े सुविणं पासइ, संवुडासंवुडे सुविणं पासइ ? गोयमा ! संवुडे वि सुविणं पासइ, असंवुडे वि सुविणं पासइ, संवुडासंवुडे वि सुविणं पासइ । संवुडे सुविणं पासइ अहातच्चं पासइ । असंवुडे सुविणं पासइ तहा वा तहोज्जा, अण्णहा वातंहोज्जा । संवुडासंवुडे सुविणं पासइ एवं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંવૃત્ત જીવ સ્વપ્ન દેખે છે, અસંવૃત્ત જીવ સ્વપ્ન દેખે છે કે સંવૃત્તાસંવૃત્ત જીવ સ્વપ્ન દેખે છે? ઉત્તર-હે ગૌતમ! સંવૃત્ત જીવ પણ સ્વપ્ન દેખે છે, અસંવૃત્ત પણ સ્વપ્ન દેખે છે અને સંવૃત્તાસંવૃત્ત પણ સ્વપ્ન દેખે છે. સંવૃત્ત જીવ જો સ્વપ્ન દેખે તો તે યથાતથ્ય હોય છે. અસંવૃત્ત જીવ જો સ્વપ્ન દેખે તો તે સત્ય પણ હોય છે અને અસત્ય પણ હોય છે. સંવૃત્તા-સંવૃત્ત જીવ જો સ્વપ્ન દેખે તો તે અસંવૃત્તની સમાન સત્ય અને અસત્ય બંને પ્રકારના સ્વપ્ન દેખે છે. વિવેચન :સંવૃત્ત – જેણે સંપૂર્ણ પાપસ્થાનરૂપ આશ્રવદ્દારોનો વિરોધ કર્યો છે, તે સર્વવિરત શ્રમણોને સંવૃત્ત કહે છે. અસંવૃત્ત – જેણે પાપસ્થાનનો વિરોધ કર્યો નથી તેવા અવિરત જીવોને અસંવૃત્ત કહે છે. સંવૃત્તાસંવૃત્ત – જેણે આંશિકરૂપે પાપસ્થાનનો વિરોધ કર્યો છે તેવા દેશવિરત જીવોને સંવૃત્તાસંવૃત્ત કહે છે.
- સંવૃત્ત અને જાગૃતમાં કેવળ શાબ્દિક અંતર છે, અર્થની અપેક્ષાએ સમાન છે. બોધની અપેક્ષાએ સર્વવિરતિયુક્ત મુનિ જાગૃત છે અને તે જ મુનિ સર્વ વિરતિની અપેક્ષાએ સંવૃત્ત કહેવાય છે. આ રીતે અસંવૃત્ત અને અવિરત તથા સંવૃત્તાસંવૃત્તમાં અને વિરતાવિરતમાં પણ અર્થની દષ્ટિએ કોઈ અંતર નથી. બંને પ્રકારના સૂત્રોમાં વિષયની દષ્ટિએ અંતર છે– (૧) સુપ્ત જાગૃતની પૃચ્છામાં માત્ર સુપ્ત-જાગૃત (અર્ધ નિદ્રાવસ્થાવાળા) જ સ્વપ્ન દેખે છે. (૨) જ્યારે સંવૃત-અસંવૃતની પૃચ્છામાં ત્રણે ય પ્રકારના જીવો સ્વપ્ન દેખે છે.
- જ્યાં સુધી જીવને દર્શનાવરણીય કર્મનો ઉદય હોય છે ત્યાં સુધી જ સ્વપ્ન દર્શન થઈ શકે છે. દર્શનાવરણીય કર્મ રહિત કેવળી ભગવંતોને નિદ્રા કે સ્વપ્ન દર્શન હોતું નથી. |७ जीवाणं भंते ! किं संवुडा, असंवुडा, संवुडासंवुडा? गोयमा !जीवा संवुडा वि, असंवुडा वि, संवुडासंवुडा वि । एवं जहेव सुत्ताणं दंडओतहेव भाणियव्यो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવો સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત છે? ઉત્તર- હે ગૌતમ!