________________
શતક-૧૬: ઉદ્દેશક-૬
O O
શતક-૧૬ : ઉદ્દેશક-૬
સ્વપ્નદર્શન
૨૯૭
RO YOG
સ્વપ્નદર્શનના પ્રકાર :
સ્ વવિષે ખં તે ! સુવિધવલને પળત્તે ? પોયમા ! પંચવિષે સુવિખાળે પળત્તે, તેં નહા- અહાતત્ત્વે, પયાળે, પિતાપુવિળે, ત—િવરીદ્, અવત્તવંશને ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સ્વપ્નદર્શનના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વપ્નદર્શનના પાંચ પ્રકાર છે. યથા—– (૧) યથાતથ્ય સ્વપ્નદર્શન (૨) પ્રતાન સ્વપ્નદર્શન (૩) ચિન્તા સ્વપ્ન દર્શન (૪) તદ્વિપરીત સ્વપ્ન દર્શન (૫) અવ્યક્ત સ્વપ્ન દર્શન.
વિવેચનઃ
સ્વપ્ન :- સુપ્ત-જાગૃત અવસ્થામાં ચલચિત્રની જેમ જે દશ્યો દેખાય છે, તેને સ્વપ્ન કહે છે.
(૧) મહાતત્ત્વે ' – યથાતથ્ય સ્વપ્નદર્શન– સત્ય સ્વપ્ન જોવું તે યથાતથ્ય સ્વપ્નદર્શન કહેવાય. તેના બે પ્રકાર છે– (૧) સ્વપ્નમાં જોયેલા વિષય અનુસાર જાગૃત અવસ્થામાં ઘટિત થવું. જેમ કે સ્વપ્નમાં કોઈએ હાથમાં ફળ આપ્યું. તે પ્રકારના સ્વપ્નદર્શન પછી જાગૃતાવસ્થામાં પણ કોઈ હાથમાં ફળ આપે તે પ્રકારના સ્વપ્નદર્શનને દુષ્ટ અર્થ અવિસંવાદી યથાતથ્ય સ્વપ્ન કહે છે. (૨) સ્વપ્ન અનુસાર ફળની પ્રાપ્તિ થાય જેમ કે સ્વપ્નમાં પોતાને હાથી આદિ પર બેઠેલા જોયા અને જાગૃત થયા પછી તે સ્વપ્નના ફળાનુસાર કાલાન્તરમાં તેને ધન સંપત્તિ આદિની પ્રાપ્તિ થાય તો તે ફલ-અવિસંવાદી યથાતથ્ય સ્વપ્ન કહેવાય છે.
(૨) પયાળે ઃ– પ્રતાનનો અર્થ છે વિસ્તાર. વિસ્તારવાળું સ્વપ્નદર્શન પ્રતાન-સ્વપ્નદર્શન કહેવાય છે. આ પ્રકારનું સ્વપ્ન લાંબુ-લાંબુ થતું જાય છે. તે સત્ય પણ હોય છે અને અસત્ય પણ હોય છે. (3) चिंतासुविणे :– ચિન્તા સ્વપ્નદર્શન. જાગૃત અવસ્થામાં જે વસ્તુનું ચિંતન કર્યું હોય તે જ વિષયને સ્વપ્નમાં જોવું તેને ચિંતા સ્વપ્નદર્શન કહે છે.
(૪) વ્વિવરી૬ :– - તદ્વિપરીત સ્વપ્નદર્શન. સ્વપ્નમાં જે વસ્તુ જોઈ હોય, તેનાથી વિપરીત વસ્તુની પ્રાપ્તિ થવી તેને તદ્વિપરીત સ્વપ્નદર્શન કહે છે. જેમ કે સ્વપ્નમાં પોતાના શરીરને રુગ્ણ થતાં જોયું હોય પરંતુ જાગૃતાવસ્થામાં શરીરની પૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત થાય.
(૫) અવત્તવાળું :- અવ્યક્ત સ્વપ્નદર્શન (૧) સ્વપ્નમાં જોયેલી વસ્તુનું અસ્પષ્ટ જ્ઞાન થવું તેને અવ્યક્ત સ્વપ્નદર્શન કહે છે. (૨) સ્વપ્ન અવસ્થામાં જોયેલા પદાર્થને જાગૃત થતાં ભૂલી જવું તે અવ્યક્ત સ્વપ્ન દર્શન છે. સ્વપ્નદર્શનની અવસ્થા ઃ
२सुत्ते भंते! सुविणं पासइ, जागरे सुविणं पासइ, सुत्तजागरे सुविणं पासइ ?