________________
૨૯૬
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૬: ઉદ્દેશક
જે સંક્ષિપ્ત સાર જે * આ ઉદ્દેશકમાં સ્વપ્ન સંબંધી વિસ્તૃત વિવેચન છે. * સુપ્ત-જાગૃત અવસ્થામાં એટલે અદ્ભનિદ્રાવસ્થામાં કોઈ પણ દશ્યો ચલચિત્રની જેમ દેખાય તેને સ્વપ્ન કહે છે. પૂર્ણ નિદ્રાવસ્થામાં કે પૂર્ણ જાગૃતાવસ્થામાં સ્વપ્ન આવતા નથી. * સ્વપ્ન પાંચ પ્રકારના હોય છે– (૧) યથાતથ્ય સ્વપ્ન (૨) પ્રતાના સ્વપ્ન (૩) ચિંતા સ્વપ્ન (૪) ત વિપરીત સ્વપ્ન (૫) અવ્યક્ત સ્વપ્ન. * નિદ્રા અવસ્થા તે દ્રવ્યનિદ્રા અને અવિરતિની અવસ્થા તે ભાવનિદ્રા. બંને પ્રકારની નિદ્રાવાળા જીવો સુસ કહેવાય છે. * નિદ્રાધીન ન બનવું તે દ્રવ્ય જાગૃતિ. વિરતિના ભાવમાં રહેવું તે ભાવ જાગૃતિ છે. બંને પ્રકારની જાગૃતિવાળા જીવો જાગૃત કહેવાય છે. પ્રસ્તુત ઉદ્દેશકમાં ભાવથી સુત-જાગૃતની વિચારણા ચોવીસ દંડકના આધારે કરી છે.
નારકી, દેવો, પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવો અવિરત હોવાથી ભાવથી સુખ છે. તિર્યંચ પંચેન્દ્રિયો અવિરત અને દેશ વિરત હોવાથી સુખ અને સુખ-જાગૃત છે. મનુષ્યો અવિરત, વિરત અને વિરતાવિરત એમ ત્રણે ય પ્રકારના હોવાથી સુખ, જાગૃત અને સુખ-જાગૃત છે. કે જેણે કર્માશ્રવને પ્રાયઃ રોકી દીધો છે તેવા સંવૃત્ત(વિશિષ્ટ કોટિના સાધુ) સાધુ યથાતથ્ય સ્વપ્ન દેખે છે. અસંવૃત્ત અને સંવૃત્તાસંવૃત્ત વ્યક્તિને સત્ય અથવા અસત્ય બંને પ્રકારના સ્વપ્નો દેખાય છે. * સ્વપ્ન શાસ્ત્રાનુસાર સ્વપ્નના કુલ ૭ર પ્રકાર છે. તેમાં ૪૨ સામાન્ય સ્વપ્ન છે અને ૩૦ મહાસ્વપ્ન છે. તીર્થકર અને ચક્રવર્તીની માતા ૩૦ મહાસ્વપ્નોમાંથી તીર્થકર કે ચક્રવર્તીના ગર્ભમાં આગમનના શુભ સંકેતરૂપે ચૌદ મહાસ્વપ્નો જુએ છે તેમજ વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર અને માંડલિક રાજાની માતા કે મહા પુણ્યવાન આત્માની માતા એક મહાસ્વપ્ન જુએ છે. * પ્રભુ મહાવીરને છદ્મસ્થાવસ્થાની અંતિમ રાત્રિએદશયથાતથ્ય સ્વપ્નો આવ્યા હતા. તે દશ સ્વપ્નના ફળ સ્વરૂપે પ્રભુને બીજે જ દિવસે કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. * કેટલાક સ્વપ્નોનું ફળ તે જ ભવે મોક્ષ પ્રાપ્તિરૂપ છે અને કેટલાક સ્વપ્નોનું ફળ એકાવતારી થવાનું છે. * સુગંધી પદાર્થ પાસેથી અનુકૂળ હવા પસાર થાય તો તેમાંથી ગંધના પુદ્ગલો વહે છે અને ફેલાય છે, પરંતુ સુગંધી પદાર્થ ગતિ કરતો નથી. તે તો પોતાના સ્થાને જ રહે છે.